National

પરાળ સળગાવવાના મામલાઓ વધતાં યુપી સરકારની કડક કાનૂની કાર્યવાહી કરવાની વિચારણા

લખનઉ: પરાળ સળગાવવાની (Burn) ઘટનાઓને રોકવામાં નિષ્ફળ (Fail) રહેવા પર બિનઅધિકૃત ખેત સાધનોને જપ્ત કરવા અને દંડ લાદવા જેવા પગલાં સાથે ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) સરકાર (Gov) ગુનેગારો સામે એફઆઈઆર (FIR) દાખલ કરવા સહિત કડક કાયદાકીય શિક્ષાત્મક પગલાં લેવા પર વિચાર કરી રહી છે.જોકે, પરાળ સળગાવવાના નુકસાન વિશે જાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવી હતી, પરંતુ તે વધુ સારાં પરિણામો બતાવી શકી નથી.નાસા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશનની ફાયર ઇન્ફોર્મેશન ફોર રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમના ડેટા અનુસાર, જેનો ઉપયોગ ઉત્તર પ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ,યુપીપીસીબી દ્વારા પણ કરવામાં આવે છે.

ખેડૂતો દાવો કરે છે કે સૂચવેલા પગલાં અવ્યવહારુ છે
છેલ્લા પખવાડિયામાં 18 જિલ્લામાંથી લગભગ 800 અલગ-અલગ ફાર્મમાં આગની ઘટનાઓ નોંધાઈ હતી. જેમાં અલીગઢ, બારાબંકી, ફતેહપુર, કાનપુર નગર, મથુરા, હરદોઈ, સંભલ, ગાઝિયાબાદ, ગૌતમ બુદ્ધ નગર, મેરઠ, સહારનપુર, રામપુર, લખીમપુર ખેરી, પીલીભીત, શાહજહાંપુર, બુલંદશહર, શામલી અને બરેલી જિલ્લાઓનો સમાવેશ થાય છે.જ્યારે સરકાર ખેડૂતોને પરાળના નિકાલ માટે વૈકલ્પિક માધ્યમો અપનાવવા વિનંતી કરી રહી છે ત્યારે ખેડૂતો દાવો કરે છે કે સૂચવેલા પગલાં અવ્યવહારુ છે.જાગૃતિ ઝુંબેશ યોજવા ઉપરાંત, જિલ્લા વહીવટીતંત્ર આવા ખેડૂતોને દંડ પણ ફટકારી રહ્યું છે.

2015થી 2022- 8 વર્ષ રેકોર્ડ પર સૌથી ગરમ હોવાની સંભાવના: ડબ્લ્યુએમઓ
નવી દિલ્હી:2022માં વૈશ્વિક સરેરાશ તાપમાન પૂર્વ-ઔદ્યોગિક (1850-1900) સરેરાશ કરતાં 1.15 ડિગ્રી સેલ્સિયસ વધુ હોવાનો અંદાજ છે, જે સંભવતઃ 2015થી આઠ વર્ષ રેકોર્ડ પર સૌથી ગરમ હશે. એમ વિશ્વ હવામાન સંસ્થા(ડબ્લ્યુએમઓ)એ રવિવારે એક અહેવાલમાં જણાવ્યું હતું.રવિવારે યુએનએફસીસીસીની 27મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝમાં બહાર પાડવામાં આવેલા ‘ડબ્લ્યુએમઓ પ્રોવિઝનલ સ્ટેટ ઓફ ધ ગ્લોબલ ક્લાઇમેટ 2022’ શીર્ષકવાળા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, 1993 બાદ દરિયાઈ સપાટીમાં વધારો થવાનો દર બમણો થઈ ગયો છે અને જાન્યુઆરી 2020થી લગભગ 10 મીમી વધીને આ વર્ષે નવો રેકોર્ડ બની ગયો છે.

અંતિમ સંસ્કરણ આગામી એપ્રિલમાં જારી કરવામાં આવશે
અહેવાલમાં જણાવાયું છે કે, લગભગ 30 વર્ષ પહેલાં સેટેલાઇટ માપન શરૂ થયું ત્યારથી છેલ્લાં અઢી વર્ષમાં દરિયાની સપાટીમાં એકંદરે 10 ટકાનો વધારો થયો છે.કામચલાઉ 2022 રિપોર્ટમાં વપરાયેલા આંકડા આ વર્ષના સપ્ટેમ્બરના અંત સુધીના છે. અંતિમ સંસ્કરણ આગામી એપ્રિલમાં જારી કરવામાં આવશે.અહેવાલમાં જણાવાયું છે કે, ”2022માં અત્યાર સુધીનું વૈશ્વિક સરેરાશ તાપમાન 1850-1900ની સરેરાશ કરતાં 1.15 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું છે. જો વર્તમાન વિસંગતતા વર્ષના અંત સુધી ચાલુ રહે છે તો વિશ્લેષણ 2022ને રેકોર્ડ પર(1850થી) 2022ને પાંચમા અથવા છઠ્ઠા સૌથી ગરમ વર્ષ તરીકે નોંધશે. અને દરેક કિસ્સામાં 2021 કરતાં સહેજ વધુ ગરમ. આઠ વર્ષ -2015થી 2022 રેકોર્ડ પરના આઠ સૌથી ગરમ વર્ષ હોવાની શક્યતા છે.”

Most Popular

To Top