નવી દિલ્હી: ભારત અને સાઉદી (Saudi) અરેબિયા (Arabia) 2027 એશિયન કપ ફૂટબોલના (Football) યજમાની અધિકારો મેળવવાની રેસમાં છે જ્યારે બાકીના ત્રણ દાવેદારોએ તેમના નામ પાછા ખેંચી લીધા છે. જો ભારત સફળ રહેશે તો દેશમાં પ્રથમ વખત એએફસી ટૂર્નામેન્ટ યોજાશે. સાઉદી અરેબિયાએ ત્રણ વખત ઉપખંડીય ખિતાબ જીત્યો છે પરંતુ તે પણ ક્યારેય યજમાન બન્યું નથી.ઈરાને થોડા દિવસો પહેલા પોતાનો દાવો પાછો ખેંચી લીધો હતો, જ્યારે ઉઝબેકિસ્તાને ડિસેમ્બર 2020માં પોતાનો દાવો પાછો ખેંચી લીધો હતો. કતારમાં આગામી એએફસી એશિયન કપ યોજાવાનો છે તેથી તેણે 2027ની યજમાની માટે તેની બિડ પાછી ખેંચી લીધી હતી.
એએફસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, એએફસી એક્ઝિક્યુટિવ કમિટીએ એએફસી એશિયન કપ 2027 માટેની દરખાસ્તો પર ચર્ચા કરી હતી. છેલ્લા બે દાવેદાર ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન અને સાઉદી અરેબિયન ફૂટબોલ ફેડરેશન છે. યજમાન અંગેનો નિર્ણય ફેબ્રુઆરીમાં યોજાનારી એએફસી કોંગ્રેસમાં લેવામાં આવશે.
આજે બીસીસીઆઇની એજીએમ : રોજર બિન્ની 36મા અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળશે
મુંબઇ, તા. 17 (પીટીઆઇ) : માજી ક્રિકેટર રોજર બિન્ની મંગળવારે મુંબઈમાં યોજાનારી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ)માં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળશે. એજીએમની બેઠકમાં આઇસીસીના અધ્યક્ષ પદ સંબંધે ચર્ચા થશે. ભાવિ પદાધિકારીઓની ચૂંટણી એ માત્ર ઔપચારિકતા છે કારણ કે બધા બિનહરીફ ચૂંટાયા છે. પરંતુ સભ્યો ચર્ચા કરશે કે શું બીસીસીઆઈએ આઈસીસીના અધ્યક્ષ પદ માટે ઉમેદવારને ઉભા રાખવો જોઈએ કે વર્તમાન અધ્યક્ષ ગ્રેગ બાર્કલીને બીજી મુદત માટે સમર્થન આપવું જોઈએ.
બીસીસીઆઈના પૂર્વ પ્રમુખ એન શ્રીનિવાસનનો સમાવેશ થાય છે
ટોચના આઇસીસી પદ માટે નોમિનેશનની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર છે. આઇસીસી બોર્ડની બેઠક 11 થી 13 નવેમ્બર દરમિયાન મેલબોર્નમાં થશે. ગાંગુલીના બીસીસીઆઇ છોડવાને લઈને માત્ર રમતગમતમાં જ નહીં પરંતુ રાજકીય વર્તુળોમાં પણ ઘણી ચર્ચા થઈ હતી અને હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આ પૂર્વ કેપ્ટનના નામ પર આઇસીસીના ટોચના પદ માટે વિચાર કરવામાં આવે છે કે નહીં. જે અન્ય નામોની ચર્ચા થઈ રહી છે તેમાં ખેલ મંત્રી અનુરાગ ઠાકુર અને બીસીસીઆઈના પૂર્વ પ્રમુખ એન શ્રીનિવાસનનો સમાવેશ થાય છે.