Sports

અલ સાલ્વાડોરનાં ફૂટબોલ સ્ટેડિયમમાં ભાગદોડ થવાથી 9નાં મોત

નવી દિલ્હી: અલ સાલ્વાડોરની (El Salvador) રાજધાની સાન સાલ્વાડોરમાં લોકો એકાએક સ્ટેડિયમમાંથી (Stadium) ભાગવા લાગ્યા હતા. આ ફૂટબોલ સ્ટેડિયમમાં નાસભાગમાં ઓછામાં ઓછા 9 લોકોના મોત (Death) થયા હોવાની જાણ મળી છે. જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં (Hospital) સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

  • શ્વાસ રૂંધાયા હોય તેવાં લોકોને CPR આપવાનાં પ્રયાસો કર્યા પણ સ્થિતિ કાબૂમાં આવી શકી ન હતી
  • ઓછામાં ઓછા 9 લોકોના મોત અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા
  • સ્ટેડિયમનાં ગેટ બંધ હોવા છતાં તેઓએ અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો અને ઘટના ઘટી

નાસભાગને કારણે ઘણા લોકોના શ્વાસ રૂંધાયા હતા અને તેઓ સ્ટેડિયમમાં જ બેભાન થઈને પડી ગયા હતાં. પેરામેડિક્સે પણ આ લોકોને CPR આપવાનાં પ્રયાસો કર્યા હતાં. આમ છતાં સ્થિતિ કાબૂમાં આવી શકી ન હતી આ જાણકારી સ્થાનિક અધિકારીઓએ પાસેથી મળી આવી છે.

સ્ટેડિયમનાં ગેટ બંધ હોવા છતાં તેઓએ અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો અને ઘટના ઘટી
સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે ટીમ આલિયાન્ઝા અને સાંતા આના સ્થિત ટીમ ફાસ વચ્ચેની મેચ જોવા માટે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મોન્યુમેન્ટલ સ્ટેડિયમમાં ગેટ બંધ હોવા છતાં તેઓએ અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન નાસભાગ થઈ હતી જેમાં સાત પુરૂષો અને 18 વર્ષથી વધુ ઉંમરના બે મહિલાઓના મોત થયા હતા. શ્વાસ રૂંધાયો હોય તેવા તમામ લોકોને પણ સ્ટેડિયમમમાં જ CRP આપવાના પ્રયાસો કરવામાં આવ્યાં હતા. જો કે સ્થિત કાબૂમાં લઈ શકાય એમ ન હતી. સ્થાનિક મીડિયા દ્વારા શેર કરવામાં આવેલા ફૂટેજમાં, ફૂટબોલ ચાહકો સ્ટેડિયમના પ્રવેશદ્વાર પર બેરિકેડ્સને ખેંચવાનો પ્રયાસ કરતા જોઈ શકાય છે. અલ સાલ્વાડોરના આરોગ્ય પ્રધાન ફ્રાન્સિસ્કો આલ્બીએ જણાવ્યું હતું કે નજીકની હોસ્પિટલોમાંથી એમ્બ્યુલન્સ ઘાયલોને હોસ્પિટલ પહોંચાડી રહી છે.

Most Popular

To Top