Entertainment

ટીમ ઈન્ડિયાની જીત પર અસિત મોદીએ એવું તો શું કહ્યું કે તેઓ ટ્રોલ થઈ ગયા

મુંબઈ: એશિયા કપ 2022માં(Asia Cup 2022) ભારતની (India) જીતની (Win) દેશવાસીઓ ઉજવણી કરી રહ્યા છે. ચારેબાજુ ખુશીનો માહોલ છે. ભારતે પાકિસ્તાનને (Pakistan) 5 વિકેટે હરાવી શાનદાર જીત હાંસલ કરી હતી. ચાહકો, સેલેબ્સ તેમજ દરેક જણ ગેમ ફિનિશર હાર્દિક પંડ્યાના ફેન બની ગયા છે. ભારતની જીતના આ જશ્ન સિવાય તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના (TMKOC) નિર્માતા અસિત કુમાર મોદીનું (Asit Kumar Modi) ટ્વીટ એક અલગ મુદ્દો ઉઠાવી રહ્યું છે. જેને લઈને તેઓ ટ્રોલ (Troll) થઈ રહ્યા છે.

અસિત મોદીએ મહત્વનો સવાલ પૂછ્યો
રવિવારે રાત્રે મેચ ખતમ થયા બાદ એક તરફ દરેક લોકો ગર્વની લાગણી અનુભવી રહ્યા હતા, ત્યારે અસિત મોદીએ મહત્વનો સવાલ પૂછ્યો હતો. આસિત કુમાર મોદીએ શું કહી દીધું કે તેઓ ટ્રોલ થવા લાગ્યા. ગઈકાલે રાત્રે 12 વાગ્યે નિર્માતા તરફથી એક ટ્વીટ કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે લખ્યું છે કે – પાકિસ્તાની ક્રિકેટરો મોટાભાગે તેમની માતૃભાષા હિન્દી અને ઉર્દૂમાં બોલે છે અને આપણા ક્રિકેટરો મોટાભાગે અંગ્રેજીમાં બોલે છે, તમને શું લાગે છે?

યુઝર્સે આપ્યા અસિત મોદીને ફની જવાબ
અસિત મોદી દ્વારા યુઝર્સને પૂછવામાં આવેલો આ સવાલ વાયરલ થઈ રહ્યો છે. અસિત કુમાર મોદીને ઘણા લોકોએ ટ્રોલ કરી રહ્યા છે. અને કેટલાક લોકો તેમના આ સવાલની મજા લઈ રહ્યા છે. એક યુઝરે અસિત મોદીને જવાબ આપતા એક યુઝર્સે લખ્યું કે તેઓને (પાકિસ્તાની) નથી આવતી ઈંગ્લિશ. બીજા એક યુઝર્સે લખ્યું કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના આગામી એપિસોડમાં, આ મુદ્દાને રાખો અને બબલ ગમની જેમ ખેંચો. પાકિસ્તાની ક્રિકેટર્સ તકફથી યુઝરે કહ્યું- તેઓ અંગ્રેજીમાં બોલતા નથી કારણ કે તેઓને અંગ્રેજી આવડતી નથી.

આ સાથે જ વધુ એક યુઝરે કહ્યું કે અંગ્રેજીમાં જવાબ આપીને આપણો સંદેશ ક્રિકેટ રમતા દેશોના ખેલાડીઓ સુધી પહોંચવો જોઈએ. જો કે, પાકિસ્તાનના મોટાભાગના ખેલાડીઓ અંગ્રેજી નથી જાણતા. ત્યારે એક યુઝરે અસિત મોદીની સાઈડ લેતા કહ્યું કે ભારતે હિન્દીને પ્રોત્સાહન આપવું જોઈએ. યુઝર્સ અસિત મોદીને એમ પણ જણાવ્યું કે હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા પોતાની સ્થાનિક ભાષાગુજરાતીમાં વાત કરી રહ્યા હતા.

ટ્રોલ થયા અસિત મોદી
યુઝરે પ્રોડ્યુસરને ટ્રોલ કરતા લખ્યું કે પહેલા તમારો શો સંભાળો પછી બીજા સાથે વાત કરો. બીજાએ દયાબેનને વચમાં લાવતા લખ્યું – તમે દયા ભાભીને પાછા લાવવા પર ધ્યાન આપો. મોટાભાગના યુઝર્સે એક જ જવાબ આપ્યો કે પાકિસ્તાની ક્રિકેટરોને અંગ્રેજી નથી આવડતું તેથી તેઓ આ ભાષામાં વાત કરતા નથી. આસિત મોદીનો આ સવાલ ભારત-પાકિસ્તાન મેચ વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે.

તારક મહેતામાં દયાબેન ક્યારે આવશે?
અસિત મોદીના શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વિશે વાત કરીએ તો આ શોને વર્ષોથી લોકોનો પ્રેમ મળી રહ્યો છે. આ દિવસોમાં શૈલેષ લોઢાના કારણે આ શો ચર્ચામાં છે. તેણે વર્ષો પછી આ શોને અલવિદા કહ્યું છે. તેમની અને અસિત મોદી વચ્ચે શીતયુદ્ધ ચાલી રહ્યું છે. તારક મહેતાના બે મોટા પાત્રો આ સમયે ગાયબ છે. તેઓ છે દયાબેન અને તારક મહેતા. આશા છે કે બંને જલ્દી શોમાં જોવા મળશે અને તેમની કાસ્ટિંગ નક્કી કરવામાં આવશે.

Most Popular

To Top