National

પંજાબમાંથી 190 કરોડનું ડ્રગ્સ પકડાયું, ગુજરાતનાં આ શહેરમાંથી થયું હતું સપ્લાય

પંજાબઃ પંજાબ(Punjab)ના નવાંશહેર(Nawanshahr)માં પોલીસને મોટી સફળતા મળી છે. પંજાબ પોલીસે રવિવારે ગુજરાત(Gujarat)માંથી આવી રહેલી એક ટ્રકના ટૂલબોક્સમાં છુપાવેલુ 38 કિલો હેરોઈન(Drugs) જપ્ત કર્યું છે. પોલીસે એ પણ જણાવ્યું કે જે હેરોઈન ઝડપાયું છે તેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 190 કરોડ રૂપિયા છે. સેન્ટ્રલ ઈન્ટલિજન્સ એજન્સી (CIA) સ્ટાફ નવાંશહેર પોલીસે હેરોઈન સાથે બે લોકોની ધરપકડ કરી છે. આ કેસમાં પોલીસે નવાંશહેરના બાલાચૌરના રહેવાસી ટ્રક ડ્રાઈવર કુલવિંદર રામ ઉર્ફે કિંદા અને બિટ્ટુની ધરપકડ કરી છે. પોલીસનો દાવો છે કે તેઓ આંતરરાષ્ટ્રીય રેકેટના સભ્યો છે, જે પંજાબમાં ડ્રગ્સ સપ્લાય કરતા હતા.

મુખ્ય આરોપી વિદેશમાં
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ટ્રક ડ્રાઈવર અને તેના સાથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડી લીધા હતા. આ આરોપીઓ ઉપરાંત ડ્રગ્સ સ્મગલર રાજેશ કુમાર ઉર્ફે સોનુ ખત્રી અને સોમનાથ ઉર્ફે બિક્કુના નામ પણ તેમની સાથે છે. પંજાબ પોલીસે કહ્યું કે વિદેશી ગેંગસ્ટર સોનુ ખત્રી મુખ્ય ગુનેગાર છે. ધરપકડ કરાયેલા ગુનેગારોને ટેલિગ્રામ એપ પરથી બોલાવવામાં આવ્યા હતા અને હેરોઈન ઉપાડવાનું સ્થળ જણાવવામાં આવ્યું હતું. પોલીસે કહ્યું કે આ આરોપીઓ ખૂબ જ ચાલાક છે. તે ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ છુપાવીને લાવતો હતો, જેથી પોલીસની નજર પણ ન પડી શકે.

પોલીસની પૂછપરછ
ટ્રક ડ્રાઈવર અને તેના સાથીદારની ઓળખ કુલવિંદર રામ અને બિટ્ટુ તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે એસબીએસ નગરના રહેવાસી કુલવિંદર, બિટ્ટુ, રાજેશ કુમાર અને સોમનાથ હેરોઈનની દાણચોરી સાથે સંકળાયેલા હોવાની માહિતી મળી હતી. આ લોકો આંતરરાષ્ટ્રીય રેકેટ સાથે સંકળાયેલા છે અને ડ્રગ્સ સપ્લાય કરે છે. આરોપી ટ્રક ડ્રાઈવર કુલવિંદર કિંડાએ જણાવ્યું કે તેને રાજેશ કુમારે ટેલિગ્રામ એપ દ્વારા કોલ કર્યો હતો. તેણે ગુજરાતના ભુજના એક સ્થળેથી હેરોઈન લઈ પંજાબ લાવવાનું કહ્યું હતું. જ્યારે તે સ્થળ પર પહોંચ્યો ત્યારે એક વ્યક્તિ આવ્યો અને તેની ટ્રકમાં હેરોઈન ભરીને આવ્યો.

માસ્ટરમાઇન્ડ રાજેશ સામે 19 ફોજદારી કેસ
તેણે વધુમાં જણાવ્યું કે તે જાન્યુઆરીમાં શ્રીનગરના ઉરીથી 30 કિલો હેરોઈન લાવ્યો હતો. રાજેશના કહેવાથી તે આ વર્ષે દિલ્હીથી એક કિલો હેરોઈન પણ લાવ્યો હતો. પોલીસે જણાવ્યું કે રાજેશ અને સોમનાથને ટ્રેસ કરવામાં આવી રહ્યા છે. એસએસપીએ કહ્યું કે આરોપી રાજેશ કુમાર ઉર્ફે સોનુ ખત્રી પ્રોફેશનલ ગુનેગાર છે. તેની સામે હત્યા, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, બનાવટી, એનડીપીએસ એક્ટ અને એક્સાઇઝ એક્ટ સહિતના જઘન્ય ગુનાઓ માટે 19 થી વધુ કેસ નોંધાયેલા છે. જ્યારે, કુલવિંદર કિંડા 3.45 ક્વિન્ટલ ખસખસ રિકવર કરવાના કેસમાં પકડાયો હતો. આ સંબંધમાં નૂરમહાલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS કેસમાં તેને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

દેશના યુવાનોને અંધકારમાં ધકેલી રહ્યા છેઃ કેજરીવાલ
આ ઘટના સામે આવ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબના ડીજીપીના ટ્વીટને રીટ્વીટ કરીને પ્રહારો કર્યા હતા. કેજરીવાલે લખ્યું- ‘આટલા મોટા પાયે ગુજરાતમાં ડ્રગ્સ કોણ લાવી રહ્યું છે? આ વ્યવસાયનો માલિક કોણ છે? કલ્પના કરો કે પકડાયા વિના દરરોજ કેટલું ડ્રગ્સ બહાર જતું હોય છે. શું ટોચના લોકોની મિલીભગત વિના આટલા મોટા પાયા પર ડ્રગ્સનો ધંધો શક્ય છે? તમે દેશના યુવાનોને અંધકારમાં ધકેલી રહ્યા છો.

Most Popular

To Top