Charchapatra

બાળકોના હાથમાં મોબાઇલ પકડાવી દેવાને બદલે વાતચીત કરો

નાના બાળકો અગાઉ બે વર્ષની ઉંમરે બોલવાનું શીખી જતા હતા. પરંતુ હવે અનેક બાળકો ચાર પાંચ વર્ષોની ઉંમર સુધી માંડ બોલવાનું શરૂ કરી શકે છે. બાળકોના હાથમાં નાની ઉંમરમાં જ મોબાઇલ ફોન પકડાવી દેવાને કારણે તેમની બોલવાની ક્ષમતા ઉપર ગંભીર અસર પડી રહી હોવાનું ચોંકાવનારું તારણ સામે આવ્યું છે. હોસ્પિટલમાં એવા પણ અનેક કેસ આવી રહ્યાનું બહાર આવવા પામ્યું છે કે જેમાં ચાર પાંચ વર્ષની ઉંમરનું બાળક ખૂબ જ પ્રયાસ કરવા છતાં બોલી કશતું નથી, બાળકો મોડું બોલવાનું શરૂ કરે તેવા કેસમાં વધારો થઇ રહ્યો છે.

બાળક સાવ નાનું હોય તો અનેક માતા પિતા તેને મોબાઇલમાં કાર્ટૂન ચાલુ કરી આપે છે. કાર્ટૂનની વાત કરવાની શૈલી તદ્દન અલગ હોઇ બાળકને સામાન્ય વ્યકિતની જેમ વાત કરવામાં સમય જ લાગે તે તદ્દન સ્વાભાવિક છે. બાળક સમયસર બોલવાનું શરૂ કરે તેના માટે માતા પિતા તેમજ ઘરના સદસ્યો એ સત્ત સંવાદ કરતા રહેવું જોઇએ. બાળક પાસે હોય ત્યારી વડીલોએ પણ મોબાઇલ ફોનનો ઉપયોગ કરવો જોઇએ નહીં. નાના બાળકોને મોબાઇલ ફોનથી દૂર રાખવામાં આવે તે હિતાવહ છે.
પાલનપુર           – મહેશ વી. વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top