વડોદરા: એમએસ યુનિવર્સીટી માં લાખોના ખર્ચે દેશના શહીદોની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે જેનો હેતુ વિધાર્થીઓને શહીદોની જણકારી મળે સને તેમના કાર્યોથી પ્રેરણા મેળવે. 26મી જુલાઇના રોજ કારવિલ માં શહાદત મેળવનાર શહીદોના માનમાં શહીદ દિવસ ઉજવવામાં આવે છે .ત્યારે એમ. એસ.યુનિવર્સીટીની માં કાર્યરત વિધાર્થી સંગઠનો શહીદોને પુષ્પાંજલિ કરીને શ્રધ્ધાસુમન અર્પવાનું ભૂલી ગયા હતા. એમ.એસ. યુનિવર્સીટીમાં 14 ફેકલ્ટી અને 2 કોલેજો આવેલી છે .
ત્યારે દરેક ફેકલ્ટીમાં વિધાર્થી સંગઠનો આવેલા હોઈ તેઓ આગામી દિવસોમાં આવનારા યુનિ. યુનિયન ની ચૂંટણીઓની તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયા છે અને વિધાર્થીઓના પ્રશ્નો ઉકેલીને તેમને પોતાની તરફેણમાં કરવાની સ્પર્ધામાં દેશ માટે જીવનીંઆહુતી આપનારા શહીદોની યાદમાં કારગિલ દિવસની ઉજવણી કરવાની વિસરી ગયા હતા. એને.એસ.યુ.આઈ. વિ.વી.એસ. એજીએસજી, એજીએસય, એબીવીપી, રોયલ ગ્રુપ, સહિતના યુનિવર્સીટીમાં કાર્યરત વિધાર્થી સંગઠનો મંગળવારે દેશભરમાં કારગિલના શહીદો ને શ્રદ્ધા સુમન રોણ કરતા હતા. ત્યારે યુનિવર્સીટીમાં શહિદોની પ્રતિમાને જોવાની આખોદિવસ દરકાર સુધ્ધાં ન કરાઇ. જ્યારે બધા વિધાર્થીઓ ઘરે ગયા ત્યાર બાદ યુનિ.ના વિજીલન્સના કર્મચારીઓએ એજીએસયુ સંગઠનના અગ્રણીઓનું ધ્યાન દોરતા 7.30 વાગ્યે શહીદોની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવી હતી.