મહારાષ્ટ્ર: વિપક્ષ દ્વારા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીના (Vice President) ઉમેદવારની (candidate) જાહેરાત કરવામાં આવી છે. વિપક્ષી દળોએ ઉપરાષ્ટ્રપતિ પદ માટે માર્ગારેટ આલ્વાને (Margaret Alva) ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. NCP પ્રમુખ શરદ પવારે (Shard Pawar) માર્ગારેટ અલ્વાના નામની જાહેરાત કરી છે. માર્ગારેટ આલ્વા ગોવાના ગવર્નર રહી ચૂક્યા છે. તેઓ કર્ણાટકના રહેવાસી છે.
કોણ છે માર્ગારેટ આલ્વા?
માર્ગારેટ આલ્વાનો જન્મ 14 એપ્રિલ 1942ના રોજ કર્ણાટકના મેંગલોરમાં થયો હતો. તેણે કર્ણાટકમાં જ પોતાનો અભ્યાસ પૂરો કર્યો. તે પછી માર્ગારેટ કોંગ્રેસમાં જોડાઈ અને કોંગ્રેસે તેને રાજ્યસભામાં મોકલી. તે વિવિધ મંત્રાલયોની સમિતિઓમાં પણ સામેલ હતી. કોંગ્રેસે તેમને 1975માં પાર્ટીના મહાસચિવ પણ બનાવ્યા હતા. અલ્વા કુલ ચાર વખત રાજ્યસભાના સભ્ય હતા. તે પછી 1999માં તેઓ લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા. તેઓ પાંચ ટર્મ સુધી સાંસદ રહ્યાં હતા. માર્ગરેટ અલ્વા કેબિનેટ મંત્રી પણ રહી ચુક્યા છે. આ સિવાય તેઓ ગુજરાત, ગોવા, ઉત્તરાખંડ અને રાજસ્થાનના રાજ્યપાલ પણ રહી ચુક્યા છે. ગુજરાતમાં માર્ગરેટ અલ્વા આશરે બે મહિના સુધી રાજ્યપાલ રહ્યાં હતા.
તમને જણાવી દઈએ કે એનડીએ દ્વારા શનિવારે સાંજે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખરને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યા હતા. પીએમ મોદીની હાજરીમાં મળેલી બીજેપી સંસદીય બોર્ડની બેઠકમાં ધનખડના નામ પર મહોર મારવામાં આવી હતી.