Gujarat

ગુજરાતમાં કોરોનાની ચોથી લહેર સંભવિત!, મુખ્ય સચિવ પંકજ કુમાર ફરી થયા કોરોના સંક્રમિત

ગાંધીનગર: દેશમાં કોરોનાની (Corona) ઝપેટમાં અનેક રાજ્યો આવી પહોંચ્યા છે. મહારાષ્ટ્ર (Maharashtra) સહિત અનેક રાજ્યોમાં ફરી કોરોના સંક્રમિતનોની સંખ્યામાં વધારો થયો છે. ગુજરાતમાં (Gujarat) પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ગુજરાતમાં સરકારી અધિકારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. રાજયના મુખ્ય સચિવ પંકજ કુમાર (Pankaj Kumar) પણ કોરોનાગ્રસ્ત થયા છે. હાલ તેઓ હોમ ક્વોરેન્ટાઈન રહીને સારવાર લઈ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, પંકજ કુમાર બીજીવાર કોરોના સંક્રમિત થયા છે.

રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમાર ગત વર્ષે 2021માં કોરોના સંક્રમિત થયા હતા. રાજ્યમાં કોરોના સંક્રમણની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કોરોનાની ચોથી લહેર સંભવિત શરૂ થઈ ચૂકી છે. કોરોનાની ચોથી લહેરમાં નેતા અભિનેતા સંક્રમિત થઈ રહ્યા છે. નોંધનીય છે કે વેક્સિન લીધા બાદ પણ લોકો કોરોના સંક્રમતિ થઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા પાંચ રાજ્યોને પત્ર લખી સાવચેત રહેવા અને કોરોનાને કાબૂમાં લાવવા નવા સૂચન અને નિર્દેશ આપવામાં આવ્યા હતા.  

રાજ્યમાં કોરોનાના નવા 154 કેસ – અમદાવાદ મનપામાં 80 -સુરત મનપામાં 12 કેસ
ગાંધીનગર : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 154 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 704 થઈ છે. આજે વધુ 58 કોરોના દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ શહેરમાં 80, વડોદરા શહેરમાં 22, સુરત શહેરમાં 12, વડોદરા ગ્રામ્યમાં 11, ગાંધીનગર શહેરમાં 5, રાજકોટ શહેરમાં 4, મહેસાણા, સુરત ગ્રામ્ય, વલસાડમાં ૩-3, અમદાવાદ ગ્રામ્ય, આણંદ, ભરૂચ, ભાવનગર શહેર, કચ્છમાં 2-2, અને ખેડામાં 1 કેસ નોંધાયો છે.

રાજયમાં શનિવાર સાંજે 5 વાગ્યા સુધીમાં 43,133 લોકોનું રસીકરણ કરાયુ છે.
જેમાં 12 થી 14 વર્ષ સુધીના 542 બાળકોને પ્રથમ ડોઝ, 12 થી 14 વર્ષ સુધીના 2309 બાળકોને રસીનો બીજો ડોઝ, જ્યારે 18 થી વધુ ઉમરના 635 લોકોને રસીનો પ્રથમ ડોઝ, 16180 બાળકોને રસીનો બીજો ડોઝ, 15 થી 17 વર્ષના 88 યુવક-યુવતીઓને રસીનો પ્રથમ ડોઝ તથા 886 યુવકો-યુવતીઓને રસીનો બીજો ડોઝ તથા 22493 લોકોને રસીનો પ્રીકોશન ડોઝ અપાયો છે. આ સીકરણમાં હેલ્થ કેર વર્કર તથા ફ્રન્ટ લાઈન વર્કરનો પણ સમાવેશ થઈ જાય છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં 11,05,11,551 લોકોને રસી અપાઈ છે.


Most Popular

To Top