અરવલ્લી: અરવલ્લીના (Arvalli) મોડાસામાં (Modasa) આલમપુર ગામ નજીક હાઈવે (High way) પાસે ત્રિપલ અકસ્માત (Triple Accident) સર્જાયો છે. અકસ્માતમાં બે ટ્રક (Truck) અને કાર (Car) વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. આ અકસ્માતમાં 6 લોકોનાં મોત નિપજ્યાં છે. ત્રિપલ અકસ્માતનાં પગલે મોડાસા નડિયાદ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે.
- અરવલ્લીનાં મોડાસા નજીક મોડાસા-નડિયાદ હાઈવે પર ત્રિપલ અકસ્માત
- બે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો
- ત્રણેય વાહનો બળીને ખાખ
- એક વાહનમાંથી ભડથું થયેલો મૃતદેહ મળ્યા
- 6 લોકોના મોતની આશંકા વ્યક્ત કરાઈ
- ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના આલમપુર નજીક મોડાસા-નડિયાદ હાઈવે પર બે ટ્રક અને કાર વચ્ચે જોરભેર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. કાર અને બે ટ્રક વચ્ચે ટક્કર થતાં જ ભીષ્ણ આગ ભભૂકી ઉઠી હતી. ટ્રકમાં કેમિકલ હોવાથી ભયાનક આગ લાગી હતી. આગ એટલી ભંયકર હતી કે આગના ગોટા દૂર દૂર સુધી ઉડતા જોવા મળ્યા હતા. અકસ્માત બાદ આગના બનાવથી 6 જેટલા લોકોનાં મોત નિપજ્યા હતા. ઘટના સ્થળે પહોંચી ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂમાં મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ત્રણેય વાહનો બળીને ખાખ, એક મૃતદેહ મળી આવ્યો
મોડાસા-નડિયાદ હાઈવે પર સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં ત્રણેય વાહનો બળીને ખાખ થઈ ગયા છે. ફાયર વિભાગની ટીમ દ્વાર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ફાયર વિભાગે એક વાહનમાં જીવતું ભડથું થયેલા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. આકસ્માતના કારણે હાઈવે બંધ રાખવામાં આવ્યો છે અને જેના કારણે પર 10 કિમી સુધીનો ટ્રાફિકજામ સર્જાયો છે.
ગમખ્વાર અકસ્માત સર્જાતા ફાયર વિભાગના કાફલા સિહત અધિકારીઓ દોડી આવ્યા
મોડાસા-નડિયાદ હાઈવે પર ત્રિપલ અકસમાત સર્જાતા ફાયર વિભાગના કાફલા સાથે ઉચ્ચ અધિકારીઓ,મામલતદાર, અન્ય અધિકારીઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. નોંધનીય છે કે બે ટ્રક અને એક કાર વચ્ચે જોરભેર અથડામણ થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રકમાં કેમિકલ ભરેલું હોવાથી અકસ્માત સર્જાતા જ આગ ભભૂકી ઉઠી હતી. આ અકસ્માતમાં ત્રણેય વાહનો બળીને ખાખ થઈ ગયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માતમાં 6 લોકોના મોત નિપજ્યા છે.