‘‘સો કામ છોડીને સ્નાન કરી લેવું, હજાર કામ છોડીને ભોજન કરી લેવું, લાખ કામ છોડીને દાન કરી લેવું અને કરોડ કામ છોડી ભક્તિ કરી લેવી.’’ દાન શબ્દનો અર્થ થાય છે આપવાની પ્રક્રિયા. બધા ધર્મમાં સુપાત્રને દાન કરવું પરમ કર્તવ્ય માનવામાં આવે છે. િહંદુ ધર્મમાં દાનનો ખૂબ જ મહિમા છે. દાન એટલે કોઇ વસ્તુ પરથી પોતાનો અધિકાર સમાપ્ત કરી બીજાનો અધિકાર સ્થાપિત કરવો. આધુનિક સમયમાં દાનનો અર્થ કોઇ જરૂરિયાતમંદને સહાય કરવા અથવા સહાયના રૂપમાં કંઇક આપવું એટલે દાન. દાનમાં આપેલી વસ્તુના બદલામાં કોઇ પણ પ્રકારનો િવનિમય એટલે આદાનપ્રદાન હોવો ન જોઇએ.
દાન એટલે કે આપેલી વસ્તુ ઉપર પામવાવાળાનો સંપૂર્ણ અધિકાર થઇ જાય ત્યારે જ દાનનું ખરું મહત્ત્વ કહેવાય.
દાનના પ્રકાર
દાનના અનેક પ્રકાર છે. તેમાં મુખ્યત્વે ત્રણ પ્રકાર છે. જેવાં કે સાત્ત્વિક દાન, રાજષિદાન, તથા તામસી દાન.
સાત્ત્વિક દાન: જે દાન પવિત્ર જગ્યા તથા યોગ્ય સમયે યોગ્ય વ્યકિતને આપવામાં આવે જેમાં દાતા ઉપર કોઇ પણ ઉપકાર નહીં હોય તેને સાત્ત્વિક દાન કહેવાય.
રાજષિદાન: ઉપકારના બદલામાં અથવા કોઇ ફળની આકાંક્ષા કે વિવશતાવશ આપવામાં આવેલું દાન તેને રાજષિ દાન કહેવાય છે.
તામસી દાન: અપવિત્ર સ્થળ તથા અયોગ્ય સમયમાં અવજ્ઞાપૂર્વક તથા અયોગ્ય વ્યકિતને આપેલું દાન તામસી કહેવાય છે.
મન, વચન અને કર્મથી પણ દાન આપવામાં આવે છે. સંકલ્પપૂર્વક સુવર્ણ, રજત વગેરે દાન આપવામાં આવે છે તેને કાર્મિક દાન કહેવાય છે. કોઇ ભયભીત વ્યકિત જે આપણી પાસે સહાયતા માટે આવે અને તેને અભયદાન આપવામાં આવે તેને વાંચિક દાન કહેવાય છે. જપ તથા ધ્યાન વગેરે િક્રયા દ્વારા બીજાને અર્પણ કરવામાં આવે તેને માનસિક દાન કહેવાય છે.
જેમ કે અન્નદાન, અભયદાન, દ્રવ્યદાન, કન્યાદાન, ગૌદાન, ભૂમિદાન, વસ્ત્રદાન, જ્ઞાન દાન, ધર્મદાન, પ્રાણદાન અને ધનદાન જેવા મુખ્ય કુલ 11 પ્રકાર વિશેષ પ્રચલિત છે. દાન આપવા માટેનાં કારણો પણ ઘણાં છે. કોઈ નામના માટે, સ્વાર્થ સિદ્ધ કરવા માટે, પ્રસિદ્ધિ માટે, અહં સંતોષવા માટે નિ:સ્વાર્થ ભાવે દાન અપાય છે.
જે વ્યકિતને દાન આપવામાં આવે તેને દાનનું પાત્ર કહેવામાં આવે છે. તપસ્વી, વેદશાસ્ત્રોનો જાણકાર શાસ્ત્રાનુુસાર આચરણ કરનાર વ્યકિત દાનનું ઉત્તમ પાત્ર છે. પોતાના ગુરુમહારાજ ઉત્તમ પાત્ર સૌથી ઊંચા સ્થાન પર છે. ત્યાર પછી જમાઇ, દોિહત્ર, પત્ની પણ દાનનું ઉત્તમ પાત્ર છે. બાહ્મણને આપેલું દાન છ ગણું ફળ મળે, ,ક્ષત્રિયને આપેલું દાન ત્રણ ગણું ફળ અને શુદ્રને આપેલું દાન સામાન્ય ફળ આપનારુંું કહેવાય છે. અન્ન અને વસ્ત્રનુું દાન આપતી વખતે યોગ્ય પાત્ર જોવાની જરૂર નથી એટલે કોઇ પણ પાત્રને આપી શકાય.
દાનની વસ્તુના ત્રણ ભેદ છે. જેમાં શુકલ, મિશ્રિત અને કૃષ્ણ (કાળું ધન) શાસ્ત્ર, તપ, યોગ, પરંપરા, પરાક્રમ અને શિષ્યો દ્વારા મેળવેલ દાનને શુકલ દાન કહેવાય છે. કૃિષ અને વાિણજયને સંબંધિત દ્વવ્યને િમશ્રિત દાન કહેવામાં આવે છે. સેવા, ધૃતક્રીડા દ્વારા પાપ દ્રવ્ય કૃષ્ણ દ્રવ્ય કહેવાય છે. શુકલ દ્રવ્યના દાનથી સુખ પ્રાિપ્ત થાય છે. િમશ્રિત દાનથી સુખ અને દુ:ખ બંને પ્રાપ્ત થાય છે. કૃષ્ણ દ્રવ્યના દાનથી ફકત દુ:ખ પ્રાપ્ત થાય છે.
શિબિ રાજાએ એક હોલા (પક્ષી) માટે કરેલું અંશત : દેહદાન : બલિ રાજાએ વામન ભગવાનને કરેલું પૃથ્વીદાન, જનકરાજાએ શ્રીરામને કરેલું સીતાજીનું કન્યાદાન, અંબરીષ રાજાએ કરેલું ગાયોનું દાન, દેવરાજ ઇન્દ્રને દાનેશ્વરી કર્ણે કરેલું કવચકુંડળનું દાન, દરેક શિંગડે દસ દસ સોનામહોરો બાંધેલી એક હજાર ગાયોનું જનકરાજાએ યાજ્ઞાવલ્કય ઋષિને કરેલું દાન, સંવત : 1315માં પડેલા ભયંકર દુષ્કાળ વખતે શેઠ જગડુશાએ દાન કરેલા અનાજના ભંડાર- જેવાં ઘણાં દાન પ્રખ્યાત છે.
ઉત્તમ કોટિની વ્યકિત પોતાના દ્રવ્યનો ઉપયોગ દાન માટે કરે છે. મધ્યકોટિના પોતાના દ્રવ્યનો ઉપયોગ પાેતાના ભોગવિલાસ માટે કરે છે અને નિમ્મકક્ષાની વ્યકિત પોતાના દ્રવ્યનો ઉપયોગ દાન કે પોતાના ઉપભોગ માટે કરતો નથી એમના દ્રવ્યનો નાશ થાય છે. મહાદાન 16 પ્રકારના હોય છે. તેમાં તુલાદાન, સૌથી પ્રથમ છે. તુલાદાનનું અનુસ્થાન ત્રણ દિવસમાં સંપન્ન થાય છે. આહારદાન, ઔષધદાન મુિનઓને ધાિર્મક ઉપકરણોનું તથા આશ્રમદાન, જ્ઞાનદાન અને અભયદાન વગેરે શ્રેષ્ઠ દાન છે.
-વ્યોમા સેલર