માંડવી : માંડવી (Mandvi) દક્ષિણ રેંજના કાર્ય વિસ્તારમાં આવતા ખોડાંબા–2 રાઉન્ડના પાતલ બીટ વિસ્તારના પાતલ ગામે તા-28 એપ્રિલના રોજ દીપડીનાં (leopard) બે બચ્ચાં કોતર ભાગમાંથી મળી આવ્યાં હતાં. જે અંગેની જાણ વનવિભાગ, રોજમદારો અને લેપર્ડ એમ્બેસેડરની ટીમને થતાં સ્થળ પર પહોંચ્યા હતા. અને સાંજે 6:15 કલાકે વધુ એક બચ્ચાનો અવાજ સંભળાતાં એનો પણ કબજો લીધો હતો. માતાથી વિખૂટાં પડેલાં ત્રણ બચ્ચાં ૩ માસના હોવાનું જણાવતાં તેને પ્લાસ્ટિકના કેરેટમાં મૂકી તેની માતા સાથે પુનઃ મિલન કરાવવા માટે તજવીજ હાથ ધરતાં સીસીટીવી, ટ્રેપ કેમેરા ગોઠવ્યા હતા.
- બચ્ચાંને શોધવા બે કલાક દીપડીએ આંટાફેરા માર્યા
ઉપરાંત પાતલ ગામના સરપંચ ભૂપેન્દ્ર ચૌધરીનો સંપર્ક કરતાં ગ્રામજનોને ત્યાંથી અવરજવર ન કરવા જણાવ્યું હતું. ત્યારબાદ વન વિભાગનો સ્ટાફ તથા લેપર્ડ એમ્બેસેડરની ટીમ સ્થળ પરથી માંડવી આવવા રવાના થઈ હતી. પરંતુ રાત્રે 8:30થી 10:30 કલાકે દીપડી બચ્ચાંને શોધતાં શોધતાં સીસીટીવી, ટ્રેપ કેમેરા તથા કેરેટ પાસે આવી પહોંચી હતી. અને સતત બે કલાક સુધી તેનાં બચ્ચાંને શોધ્યાં હતાં. આખરે મોડી રાતે 10:55 વાગ્યાના સુમારે દીપડી ત્રણેય બચ્ચાંને સુરક્ષિત રીતે પ્લાસ્ટિકના કેરેટને પાડી નાંખી તેમાંથી એક પછી એકસાથે ત્રણ બચ્ચાંને મોંમાં પકડી લઈ ગઈ હતી. આમ, ત્રણેય બચ્ચાંનું તેની માતા સાથે 12 કલાક બાદ પુનઃ મિલન થતાં વન વિભાગને મોટી સફળતા મળી હતી.
વાલોડના ખાંભલા ગામમાં દીપડી પાંજરે પુરાઈ, ગયા અઠવાડિયે જ બકરીના બચ્ચાનો શિકાર કર્યો હતો..
વ્યારા: વ્યારાના વાલોડના ખાંભલા ગામમાંથી એક દીપડી પકડાય છે. સોમવારે મળસ્કે તે મરઘા ખાવાની લાલચે આવી ત્યારે વનવિભાગ દ્વારા મુકવામાં આવેલા પાંજરામાં પુરાઈ ગઈ છે. (another panda was found in a cage at valod vyara)વાલોડ તાલુકામાં મીની અભ્યારણ તરીકે ઓળખાતા ખાંભલા ગામે અઠવાડિયા પહેલાં હરસિંગભાઈ રુમસિંગભાઈ ચૌધરીના કોઢાર માંથી રાત્રીના સમયે દિપડીએ ઉપરા છાપરી બકરીના બચ્ચાનો શિકાર કર્યો હતો. વાલોડ વનવિભાગના આરએફઓને જાણ કરતા વન કર્મચારીઓએ મંગળવારે સાંજે પાંજરુ મુક્યુ હતુ. જેમાં સોમવારે મળસ્કે મરધા ખાવાની લાલચે દીપડી પાંજરે પુરાઇ ગઇ હતી. જેની ઉંમર ૬ વર્ષની હોવાનુ જાણવા મળ્યુ છે.
વાલોડ વનવિભાગને હરસિંગભાઈએ જાણ કરતા વનવિભાગે આ દિપડીનો કબજો લઈ દિપડીને જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ખાંભલા ગામે આશરે છેલ્લા ૩ વર્ષમાં ૨૨ દીપડા પકડાઇ ચુક્યા છે છતા વન વિભાગે કોઇ નક્કર પગલા ભર્યા નથી. અહીં મોટી સંખ્યામાં દીપડા નિકળી રહ્યા છે. આ દીપડા ક્યાં આવે છે ? આ વિસ્તારમાં વન વિભાગ જ દીપડાઓ છોડી જાય છે કે કેમ ? ચર્ચાનો વિષય બન્યો છે.