Madhya Gujarat

સંતરામપુર – કડાણાના 134 ગામ છતે પાણીએ તરસ્યાં

સંતરામપુર : મહિસાગર નદીના નીર આધારીત કડાણા જુથ પાણી પુરવઠા યોજના સાકાર કરવામાં આવી છે, જેમાં સંતરામપુર અને કડાણાના 134 ગામોમાં પાણી પુરવઠો પહોંચાડવામાં આવે છે. પંરતુ છેલ્લા કેટલાક દિવસથી પાણીની મોટર બંધ હોવાથી છતે પાણીએ ગ્રામજનોને તરસ્યાં રહેવાનો વખત આવ્યો છે. આ મામલે ઉચ્ચકક્ષાએ રજુઆત કરવા છતાં કોઇ પગલાં ભરાતા ન હોવાની ફરિયાદો ઉઠી છે. મહિસાગર નદીના નીર આધારીત કડાણા જુથ પાણીપુરવઠા યોજના સાકાર કરવામાં આવી છે. આ યોજના હેઠળ સંતરામપુર અને કડાણા તાલુકાનાં 134 ગામોમાં પાણીનું વિતરણ કરવામાં આવે છે.  આ જુથ પાણી પુરવઠા યોજના હેઠળની કામ કરતી ત્રણેય મોટરો અચાનક જ ખોટકાઈ જતાં સાત દિવસથી આ યોજના હેઠળની પાણી વિતરણ કરવાની કામગીરી પણ ઠપ્પ થઈ ગઈ છે, જેના કારણે 134 ગામોમાં તેથી પાણીની ખેંચ જોવા મળે છે અને પાણીની મુશ્કેલી જોવાં મળે છે. અત્યાર સુધીમાં બંધ પડેલી ત્રણ મોટરો પૈકી માત્ર એક જ મોટર રીપેર કરવામાં આવી છે અને આ એક મોટર કાર્યરત કરાયેલી હોય તેથી હાલ દિવડા અને કડાણાને જ પાણી આપવાનું શરું કરવામાં આવ્યું છે. જયારે આ યોજનામાં સમાવિષ્ટ સંતરામપુર અને કડાણા તાલુકાના ગામોને આ યોજના હેઠળ પાણીનું વિતરણ નહીં થતાં પાણીની ખેંચ જોવા મળી રહી છે.

ગામડાની પ્રજાને છતે પાણી એ પાણી વગર તંત્રની નિષ્કાળજી અને બેદરકારીને અણઆવડત ભર્યા વહીવટને કારણે તરસે મરવાનો વારો આવ્યો છે. સંતરામપુર અને કડાણા ના ગામોને છેલ્લા એક સપ્તાહથી આ જુથ પાણીપુરવઠા યોજના હેઠળ ખરાં ઉનાળામાં જ પાણી નહીં મળતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. તેમ છતા પણ તંત્ર અને પાણી પુરવઠા વિભાગની નિંદર ઉડતી જણાતી નથી. આ યોજના હેઠળની માત્ર એક જ મોટર કાર્યરત કરાયેલી હોય અને અન્ય મોટરો રીપેર નહીં થતાં હાલ માત્ર પંદરથી વીસ ગામોને અઠવાડિયામાં એક વાર જ પાણીનું વિતરણ થઈ શકે તેમ જોવા મળે છે. આ યોજના સતત ચાલુ રહે તે જરુરી હોઈ જરુરી મોટરો સ્પેરમાં રખાય તે જરુરી છે અને તેથી સંતરામપુર – કડાણાના સમાવિષ્ટ તમામ ગામોને પાણીના વિતરણમાં મુશ્કેલી સર્જાય નહીં તે માટેની પણ માંગ ઉઠી છે. રાજય સરકારને પાણી પુરવઠા વિભાગ દ્વારા જરૂરી કામગીરી ત્વરીત કરાયા તેવી માંગ ઉઠી છે. સંતરામપુર અને કડાણા ગામના લોકો છેલ્લા એક સપ્તાહથી પાણી વગર પરેશાન છે, જેને પગલે રોષ ભડક્યો છે.

Most Popular

To Top