Dakshin Gujarat

ઝઘડિયા GIDCની કંપનીમાં લટાર મારતો દીપડો મૃત હાલતમાં મળ્યો

ઝઘડિયા: ઝઘડિયા (Zaghadiya) જીઆઇડીસીની (GIDC) સીકા કંપનીમાં સોમવારે વહેલી સવારે દીપડો (Panther) લટાર મારતો હોવાનો વિડીયો વાયરલ (Video viral) થયો હતો. કંપનીના સંચાલકો દ્વારા વનવિભાગે (Forest Department) જાણ કરતાં કર્મચારી દ્વારા દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવી દેવામાં આવ્યું હતું. તેમજ વનવિભાગના કર્મચારી ટીમ એલર્ટ થઇ ગઈ હતી. જો કે, દીપડો કંપનીમાં ન દેખાતાં કંપનીવાળાને હાશકારો થયો હતો. એ વખતે પણ કંપનીના ખુલ્લી જમીનમાંથી દીપડો બહાર નીકળી ગયો હોય એવું અનુમાન લગાવ્યું હતું.

ત્યારબાદ દીપડો વખતપુરા પાટિયા પાસે સીકા અને હુબર કંપની નજીકથી રોડ પર મૃત હાલતમાં મળી આવ્યો હતો. જે બાબતે જાણ થતાં વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી જઈ દીપડાની ડેડબોડી કબજે કરી તેનું મોત કઈ રીતે થયું હશે? કંપનીની બહાર નીકળ્યા બાદ દીપડાએ કોઈ વસ્તુ ખાતાં મોત થયું હોય એમ પ્રાથમિક તારણ લગાવી રહ્યા છે. ઝઘડિયા વન વિભાગે પોસ્ટમોર્ટમ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ઝઘડિયા જીઆઈડીસીની બંધ પડેલી કંપનીમાંથી એંગલોની ચોરી કરતી ટોળકી પકડાઈ
ઝઘડિયા: ઝઘડિયા ખાતેની જીઆઇડીસીમાં એક બંધ પડેલી કંપનીમાંથી લોખંડની એંગલો તેમજ લોખંડની જાળીઓની ચોરી કરતી ટોળકી પૈકી એક ઇસમ મુદ્દામાલ સાથે ઝડપાયો હતો. જ્યારે અન્ય ચાર જેટલા ઓળખાયેલા અને ૧૦ જેટલા વણ ઓળખાયેલા ઇસમોને ઝડપી લેવા પોલીસે કવાયત હાથ ધરી છે.
ઝઘડિયા પોલીસ ટીમને બાતમી મળી હતી કે, જીઆઇડીસીમાં બંધ પડેલ આકાશ ટાઇલ્સ નામની કંપનીમાંથી કેટલાક ઇસમો લોખંડની એંગલોની ચોરી કરે છે. જે મુજબ છાપો મારતાં એક ઇસમ સ્થળ ઉપર પકડાઈ ગયો હતો અને કેટલાક ઇસમો ભાગી છૂટ્યા હતા.

પકડાયેલ ઇસમ પાસે પોલીસે આ સ્થળેથી લોખંડ લઇ જવા માટેના જરૂરી કાગળો માંગતાં આ ઇસમ કોઇ વ્યવસ્થિત જવાબ આપી શક્યો ન હતો. પોલીસે ઘટના સ્થળેથી લોખંડની એંગલો તેમજ જાળીઓ મળી કુલ રૂ.૧૯૧૨૫નો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસ તપાસ દરમિયાન આ પકડાયેલા ઇસમનું નામ વિજય મુન્ના વસાવા (રહે.,ગામ લિંભેટ, તા.ઝઘડિયા) હોવાની જાણ થઇ હતી. ઝઘડિયા પોલીસે મુદ્દામાલ કબજે લઇ એક પકડાયેલા ઇસમ તેમજ નહીં પકડાયેલા અન્ય ચાર ઓળખાયેલા ઇસમ, ઉપરાંત દસેક જેટલા વણ ઓળખાયેલા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top