નવી દિલ્હી: (New Delhi) ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીને એમના જન્મ દિવસે મોટી રાહત મળી છે. એમની આવનારી ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડી (Gangu bai Kathiawadi) પર થોડા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. પણ હવે આ વિવાદોને પૂર્ણ વિરામ લાગી ગયો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા ગંગૂબાઈ કાઠિયાવાડી ફિલ્મની રિલીઝને લીલી ઝંડી આપી દેવાઈ છે. કોર્ટના (Court) નિર્ણય મુજબ અલિયાની આ ફિલ્મની રિલીઝ (Film Release) નહીં રોકાય.
આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે, ફિલ્મ 25 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે. સુપ્રીમ કોર્ટમાંથી નિર્દેશક સંજય લીલા ભણસાલીને રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ફિલ્મની રીલીઝ પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી છે. એટલે કે આલિયાની આ ફિલ્મ તેના નિશ્ચિત શિડ્યૂલ પર રિલીઝ થશે. સંજય લીલા ભણસાલી માટે તેમના જન્મદિવસ પર આનાથી વધુ સારી ટ્રીટ કોઈ હોઈ શકે નહીં.તેની ફિલ્મની સમસ્યા આખરે ઉકેલાઈ ગઈ છે. ચાહકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.
ફિલ્મ બનાવનાર નિર્મતાએ કરેલ દલીલ
ગંગુબાઈ કાઠિયાવાડી શીર્ષક સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. તેને બદલવાની માંગ ઉઠી હતી. તેના પર નિર્માતાએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે છેલ્લી ક્ષણે ફિલ્મનું ટાઇટલ બદલવું શક્ય નથી. કેસ દાખલ કરાવનાર પાસે ગંગુબાઈએ દત્તક લીધેલા પુત્ર હોવાના કોઈ પુરાવા નથી. 2011માં પ્રકાશિત થયેલા પુસ્તકને આટલા વર્ષ સુધી કોઈએ પડકાર્યું નથી. ભણસાલી પ્રોડક્શનના વકીલ આર્યમા સુંદરમે દલીલ કરી હતી કે અરજદારે અત્યાર સુધી ફિલ્મ પણ નથી જોઈ. આમાં ગંગુબાઈની છબી અને ચરિત્રનું કોઈ અપમાન કરવામાં આવ્યું નથી. આ ફિલ્મ એક સ્ત્રીના સશકિતકરણની વાર્તા છે. ફિલ્મમાં ગંગુબાઈના પાત્રનું અપમાન કરવામાં આવ્યું હોય તેવું અરજદાર પાસે એવું કોઈ તથ્ય નથી. આ અરજી ફગાવી દેવી જોઈએ.
સિનિયર કાઉન્સિલર મુકુલ રોહતગીએ કહ્યું કે શુક્રવારે આ ફિલ્મ આખી દુનિયામાં રિલીઝ થવાની છે. જેમાં તૃતીય પક્ષ અધિકાર આ સાથે જોડાયેલા છે. તેના અધિકાર દસ કરોડ રૂપિયાથી વધુ છે, જેમાં નિર્માતા, એન્કર, પ્રદર્શકો એટલે કે થિયેટરના લોકો સામેલ છે. દેખીતી વાત છે કે આવી સ્થિતિમાં કોઈપણ પ્રતિકૂળ આદેશની સીધી અસર તેમના રિએક્શન પર પડશે. આ ફિલ્મ દેશભરના હજારો સિનેમાઘરોમાં એક સાથે રિલીઝ થશે.