રાજ્યનું પ્રથમ ડિઝાસ્ટર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ સેન્ટર સુરતના આ દરિયા કિનારે બનાવાશે

સુરત: (Surat) સુરતના હજીરા (Hazira) ઔદ્યોગિક વિસ્તારમાં (Industrial Area) પોર્ટ ડેવલોપમેન્ટ (Port Development) સુવિધાઓથી લઈ હેવી એન્જિનિયરિંગ કંપનીઓ (Engineering Company) કાર્યરત હોવાની સાથે આ કંપનીઓ દ્વારા વિસ્તરણ પણ કરવામાં આવી રહ્યું છે. હજીરાની સાથે આખા દક્ષિણ ગુજરાતમાં પણ વધી રહેલા ઔદ્યોગિકરણને ધ્યાને લઈને રાજ્ય સરકારે સુરત નજીકના સુંવાલીમાં (Suwali) ગુજરાતનું (Gujarat) પ્રથમ ડિઝાસ્ટર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ સેન્ટર (First Disaster Prevention and Management Center) બનાવવા માટેનો નિર્ણય લીધો છે.

  • દક્ષિણ ગુજરાતમાં કુદરતી કે કુત્રિમ આફતોના સમયે તાત્કાલિક પગલાઓ લેવા માટે સેન્ટર ઉભું કરાશે
  • હજીરા નોટિફાઈડ એરિયા એસો. દ્વારા સને 2011થી સેન્ટર બનાવવા માટે માંગણી કરવામાં આવી રહી હતી
  • સાંસદ સીઆર પાટીલને રજૂઆતોને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 50,000 ચોમી.જમીન ફાળવી આપી

સને 2011થી સુંવાલીમાં આ સેન્ટર બનાવવા માટે હજીરા નોટિફાઈડ એરિયા એસો. દ્વારા જમીનની માંગણી કરવામાં આવી રહી હતી. હજીરા એરિયા એસોસિએશન દ્વારા સુંવાલીમાં જગ્યાની ફાળવણી માટે વખતો વખત સંલગ્ન વિભાગોમાં રજૂઆતો કરવામાં આવી હતી. સાંસદ સીઆર.પાટીલ દ્વારા પણ વિષય વસ્તુની ગંભીરતાને ધ્યાને લઇ આ જગ્યા માટે વર્ષ 2019માં તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆતો કરવામાં આવી હતી. આ કામ પ્રાયોરિટીમાં લઈ સીઆર. પાટીલ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ લાવી તેમની સાથે એસોસિએશનની રૂબરૂ મુલાકાત ગોઠવી ડીપીએમસીની (DPMC) જગ્યાના તાત્કલિક ફાળવણી માટે રજૂઆત કરવામાં આવી હતી .જે મુખ્યમંત્રી દ્વારા હજીરા અને સુરતની ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાને રાખી ગ્રાહ્ય રાખવામાં આવી છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) દ્વારા હજીરા નોટિફાઇડ એરિયાની (Notified area) સુંવાલીમાં 50,000 ચો.મી.જમીન ફાળવવાની અરજીને મંજૂરીની મ્હોર મારવામાં આવી છે. આ પ્રસંગે હજીરા એરિયા એસોસિએશનના પ્રેસિડેન્ટ હેમંત દેસાઈ દ્વારા સાંસદ સીઆર. પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આભાર માની વિસ્તારના ઉદ્યોગો વતી આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે હજીરા એરિયામાં ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાને રાખી રાજ્યનું પ્રથમ ડિઝાસ્ટર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ સેન્ટર સુંવાલીમાં તૈયાર કરાશે. હજીરા,સચિન સહિતના સુરત જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારો માટે આ સેન્ટર સુવિધાઓ નહીં નફા, નહીં નુકશાનના ધોરણે પુરી પાડશે.

આશરે 50,000 ચોમી.જમીનમાં 2 વર્ષમાં આ સેન્ટર ઉભું કરશે
સુરત જિલ્લામાં ઔદ્યોગિક અને કુદરતી આપત્તિ વ્યવસ્થાપન માટે 50,000 ચોમી.જમીનમાં આ સેન્ટરનું નિર્માણ કામ 2 વર્ષમાં પૂર્ણ કરાશે. હજીરા નોટિફાઇડ એરિયાની એસપીવી કંપની હજીરા એરીયા HSEF ફાઉન્ડેશન (HAHF) એક નોન પ્રોફિટ કંપની તરીકે તેનું સંચાલન કરશે.

સુંવાલીમાં હોસ્પિટલથી હેલિપેડ સુધીની સુવિધાઓ આ સેન્ટરમાં હશે
સુંવાલીમાં તૈયાર થનારા રાજ્યનું પ્રથમ ડિઝાસ્ટર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ સેન્ટરમાં હોસ્પિટલથી હેલિપેડ સુધીની સુવિધાઓ આપવામાં આવશે. જેમાં બન્સ વોર્ડ (દાઝેલાઓ માટે)સાથેની સ્ટેટ ઓફ ધી આર્ટ ડિઝાસ્ટર સેન્ટર હોસ્પિટલ, હેલિપેડ, ડિઝાસ્ટર ઇન્સ્ટિટયૂટ, સ્ટાફ ક્વાર્ટર્સ સહિતની આધુનિક સુવિધાઓ રહેશે.

50,000 ચોમી.ના કેમ્પસમાં આ આધુનિક સુવિધાઓની હાઈ લાઇટ્સ

  • સુંવાલીમાં બન્સ વોર્ડ સાથેની હોસ્પિટલ
  • ડિઝાસ્ટર મેનિજમેન્ટ ને લાગતી ઇન્સ્ટિટ્યૂટ,
  • સ્ટાફ કવાટર્સ,
  • હેલિપેડ-એર એમ્બ્યુલન્સ
  • 24×7 ઇમરજન્સી કંટ્રોલ રૂમ
  • ફાયર એન્ડ સેફ્ટી કંટ્રોલ રૂમ
  • મરિન કંટ્રોલ રૂમ
  • ટ્રોમા સેન્ટર
  • ઓઇલ સ્પીલ કંટ્રોલ યુનિટ
  • પાર્કિંગની સુવિધા સાથે હેલિપેડ
  • આપત્તિ વ્યવસ્થાપન સંસ્થા

કયા કયા સાધનો હશે

  • હેઝારડર્સ અકસ્માતો માટે હઝમત કમ બચાવ વાહનો
  • વિશિષ્ટ પ્રકારના ફાયરના સાધનો
  • FRP અને ઇન્ફ્લેટેબલ બોટ
  • ઇન્ટિગ્રેટેડ કોમ્યુનિકેશન સિસ્ટમ
  • 108 એમ્બ્યુલન્સ
  • દરિયામાં ઓઇલ રિસાવ-લીકેજ અટકાવવા શોષી લેવા માટેના સાધનો.
  • મરિન ટેકનોલોજીના સાધનો

Most Popular

To Top