Business

મેરેજ શાવર્સ વિથ રિયલ ફ્લાવર્સ

ફૂલોં સા ચહેરા તેરા, કલીયોં સી મુસ્કાન હૈ,…..આ સોંગ જાણે 21મી સદીની દુલ્હનો માટે બંધ બેસતું કહી શકાય, જી હા કારણ કે હવે રીયલ ફ્લાવર્સ ઘરેણાથી દુલ્હનો સજી રહી છે, હાલ લગ્નની સિઝન શરૂ થઈ ચૂકી છે.  અને એમાય જ્યારે સુરતની વાત આવે એટલે સુરતીઓને નવીનતા વધુ ગમતી હોય છે. આજકાલના યુગલોને ખાસ કરીને પોતાના વેડિંગ બીજાની સરખામણીમાં વધુ યુનિક અને યાદગાર બનાવવા માટે અવનવા રસ્તા અપનાવી પોતાના શોખ પૂરાં કરતાં હોય છે. જો કે હાલ હાઈપ્રોફાઇલ લોકોની પસંદ રિયલ ફ્લાવર્સ તરફ વધુ જોવા મળી રહી છે. સુરતીઓમાં ખાસ કરીને લગ્ન સિઝનમાં આર્ટિફિશ્યલ ફ્લાવર્સને બદલે રિયલ ફ્લાવર્સ તરફનો ક્રેઝ વધ્યો છે.

સિરિયલમાં જોઈને મેં પણ રિયલ ફલાવર જ્વેલરી પહેરી હતી : ભાવિકા ઘોડાદરા

ભાવિકા ઘોડાદારા જણાવે છે કે, ‘’મને ફ્લાવર ખૂબ જ પસંદ છે. મેં સિરિયલમાં આવી ફ્લોરલ જ્વેલરી જોઈ હતી. જે ખૂબ જ સુંદર લાગે છે. જો કે આ ફ્લોરલ જ્વેલરીને કેર કરવી અઘરી છે. પણ એક રસમ સચવાઈ રહે ત્યાં સુધી તો આ ફ્લાવર ફ્રેશ જ રહે છે આથી મેં પણ મારી પીઠીની રસમમાં યલો ડ્રેસ સાથે મેચ થાય એવી ફ્લોરલ જ્વેલરી પહેરવાનું નક્કી કર્યું જેના માટે મેં આર્ટિસ્ટ પાસે જઈને સ્પેશ્યલી ડિઝાઇન કરાવી હતી. જો કે આ ફ્લોરલ જ્વેલરીને તમામ લોકોએ ખૂબ જ વખાણી હતી.

રિયલ ફ્લાવર જવેલરી

આ સમયમાં લગ્નમાં દુલ્હન સાચા ફુલોના ઘરેણાથી પોતાને શોભાવતી હોય તેવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, મહેંદીનું ફક્શન હોય કે પીઠીનું મોટા ભાગની બ્રાઈડસ પોતાના આભુષણો મન પસંદના ફ્લાવરમાંથી બનાવે છે, જે પહેરવામાં ખૂબ જ આકર્ષક લાગે છે, એ વાત પણ છે કે તેને બીજી વખત યૂઝ નથી કરી શકાતા પરંતુ આપણો એક સમયનો પ્રસંગ તો સાચવી જ લે છે. જુદા જુદા રંગો અનેક પ્રકારના ફૂલોથી બનતી ફલોરલ જવેલરીમાં સેટ, માંગટીકો, બ્રેસલેટ, વીંટી, પાયલ, હાથની કલી દુલ્હનને આકર્ષક લૂક આપે છે. જેવા રંગના કપડા પહેર્યા હોય છે તેવા જ આભુષણો માળીઓ પાસે ઓર્ડર આપીને બનાવે છે.

ફ્લોરલ દુલ્હન લહેંગા

સ્વભાવિક છે લગ્ન એક એવો પડાવ હોય છે જેની દરેક છોકરીઓ નાની હોય ત્યારથી જ સ્વપ્ન જોતી હોય છે. દુલ્હનરૂપે એક જ વાર તૈયાર થવાનું હોય છે. જિંદગીના આ સૌથી મોટા પડાવમાં દરેક છોકરી સૌથી સુંદર દેખાવવા માંગતી હોય છે. ત્યારે ફેશનને અનુરૂપ દુલ્હન લહેંગા તથા આજકાલ યુવતીઑ રિયલ ફ્લાવરમાથી તૈયાર થતો દુલ્હન ડ્રેસ પહેરી રહી છે.

ફ્લોરલ દુલ્હન દુપટ્ટા એન્ડ ચાદર

ગુજરાત રાજ્યની જો ખાસ વાત કરીએ તો હવે અનેક ઘર્મના લગ્ન પ્રસંગમાં હવે બ્રાઈડસ સીલ્વર, ગોલ્ડ અને ઘણીવાર તો સાચા ફલાવર જેવા કે ગુલાબ, મોગરા, ગલગોટા, જેસમીન, રાતરાણી, વેલી ફ્વાર, કરણ, આ દરેકની કલીઓમાંથી બનતા દુપટ્ટા અને ખાસ દુલ્હન એન્ટ્રી સમયની ચાદર બનાવડાવે છે. આ રિયલ ફલાવરના દુલ્હન દુપટ્ટો ચોક્કસ રોયલ લુક આવે છે.

રિયલ ફ્લાવરનું મંડપ ડેકોરેશન ઘણું મોંઘું થતું હોય : ચિરાગ શાહ

ઈવેન્ટ મેનેજમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલ ચિરાગ શાહ જણાવે છે કે, ‘’ હાલના સમયમાં જોઈએ તો સુરતીઓની પસંદ રિયલ ફ્લાવર્સ તરફ વધુ જોવા મળી રહી છે. કેટલાય લોકો આખો મંડપ જ રિયલ ફ્લાવરનો બનાવવા કહે છે. જો કે રિયલ ફ્લાવર્સનું મંડપ ડેકોરેશન ઘણું મોંઘું થતું હોય છે. કેમ કે એમના કારીગર બહારથી બોલાવવા પડે,ફ્લાવરની આપણે ત્યાં ઘણી અછત છે આથી બહારથી મંગાવવા પડે. પણ પૈસાદાર કુટુંબની ખાસ આવી ડિમાન્ડ હોય છે. આવા રિયલ ફ્લાવર્સ મંડપ બનાવવામાં એક લાખથી લઈ 10 લાખ સુધીનો ખર્ચ થતો હોય છે.

Most Popular

To Top