Gujarat

કોરોનામાં મૃત્યુ પામનારાના પરિવારજનોને સહાય આપવાના મામલે ગુજરાત સરકારની આડોડાઈથી સુપ્રીમ નારાજ થયું, કહ્યું, 22 નવેમ્બર..

કોરોનામાં (Corona) મૃત્યુ (Death) પામેલાના પરિવારજનોને (Families) રૂપિયા 50 હજારની સહાય આપવાનું સરકાર (Government) દ્વારા નક્કી કરાયું છે, જેના ભાગરૂપે કોરોના સહાયના ફોર્મ (Form) પણ ઈશ્યુ (Issue) કરી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં (Gujarat) વિવિધ શહેરની પાલિકાની કચેરીઓમાં આ ફોર્મ વહેંચાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે ત્યારે ગુજરાત સરકારની એક કામગીરીથી સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટ (Supreme Court) કોરોના મૃતકોના પરિવારજનોને સહાય આપવામાંઆડખીલીરૂપ બનતી ગુજરાત સરકારની આ કામગીરીથી નારાજ છે. ગુજરાત સરકારની કચેરીઓ દ્વારા કોરોનામાં મૃત્યુ પામનારાઓના સર્ટીફિકેટ સાથે કરાયેલી આ હરકતથી સુપ્રીમ ખફા થયું છે અને ગુજરાત સરકારને આ આદેશ કરી દીધો છે.

  • સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર દ્વારા કોરોનાથી મૃત્યુનું પ્રમાણપત્ર આપવા માટે રચાયેલી સમિતિ પર નારાજગી વ્યક્ત કરી
  • સુપ્રીમ કોર્ટે વળતરની પ્રક્રિયા સરળ રાખવાનો આદેશ આપ્યો છે. RT-PCR રિપોર્ટના આધારે જિલ્લા કક્ષાએ વળતરની માંગણી કરવામાં આવી છે.
  • જેમના પરિવારના સભ્યોનું કોરોનાથી મૃત્યુ થયું છે પરંતુ પ્રમાણપત્રમાં તેમનો ઉલ્લેખ નથી તેઓ અરજી કરી શકે છે.

વાત જાણે એમ છે કે, કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 50 હજારની સહાય આપવાની જાહેરાત બાદ મૃતકોના સર્ટિફિકેટમાં મૃત્યુના કારણ અંગેનો વિવાદ ઉભો થયો છે. ગુજરાતના અનેક શહેરોની અનેક હોસ્પિટલોમાં કોરોનામાં મૃત્યુ પામનારાઓના સર્ટીફિકેટમાં કોરોનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ બાબત સપાટી પર આવી છે. આ મામલા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને પ્રમાણપત્ર આપવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. પરંતુ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર દ્વારા કોરોનાથી મૃત્યુનું પ્રમાણપત્ર આપવા માટે રચાયેલી સમિતિ પર નારાજગી વ્યક્ત કરી છે. 22 નવેમ્બરે મુખ્ય સચિવ અને આરોગ્ય સચિવને સુનાવણીમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે વળતરની પ્રક્રિયા સરળ રાખવાનો આદેશ આપ્યો છે. RT-PCR રિપોર્ટના આધારે જિલ્લા કક્ષાએ વળતરની માંગણી કરવામાં આવી છે.

નોંધનીય છે કે ગુજરાતના મોટા ભાગના શહેરોમાં ગઈ તા. 15મી નવેમ્બરથી જ કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને વળતર મેળવવા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા અને જિલ્લા વિસ્તારમાં મૃત્યુ ખાતરી સમિતિની રચના કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારજનોને મૃત્યુના કારણનું પ્રમાણપત્ર આપવામાં આવી રહ્યા છે. જેમના પરિવારના સભ્યોનું કોરોનાથી મૃત્યુ થયું છે પરંતુ પ્રમાણપત્રમાં તેમનો ઉલ્લેખ નથી તેઓ અરજી કરી શકે છે. સર્ટિફિકેટ અગાઉ સુપ્રીમ કોર્ટ દ્વારા સૂચિત કરવામાં આવ્યું હતું. પ્રમાણપત્રમાં દર્શાવેલ મૃત્યુનું કારણ સહિતની કાર્યવાહી સૂચવવા જણાવ્યું હતું.

આરોગ્ય વિભાગ દ્વારા વિગતવાર દરખાસ્ત જાહેર કરવામાં આવી છે. જન્મ-મૃત્યુ નોંધણીના નિયમો અનુસાર, મૃત્યુ સમયે મૃતકની સારવાર કરતા ડૉક્ટર ફોર્મના નિયમો અનુસાર મૃત્યુનું કારણ જણાવી શકશે, જેની નોંધણી 15 નવેમ્બરથી શરૂ કરવામાં આવી છે.

Most Popular

To Top