SURAT

સુરતનાં 73 વર્ષીય કનકબેન પટેલ માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરનારા પ્રથમ મહિલા પર્વતારોહક બન્યા

સુરત: સુરતની 73 વર્ષીય કનકબેન પટેલ માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરનારી પ્રથમ મહિલા પર્વતારોહક બની છે. સુરતના ભાગળ ખાતે ક્લિનિક ધરાવતા જાણીતા ડાર્મેટોલોજિસ્ટ ડો.અનિલ પટેલના 73 વર્ષીય પત્ની કનકબેન પટેલે એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરતા પૂર્વે ટ્રેકિંગ અને પર્વતારોહણની પૂરતી ટ્રેનિંગ લીધી હતી.

  • અગાઉ 73 વર્ષની વયે માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરવાનો રેકોર્ડ ગાંધીનગરના કીર્તિકુમાર રાણા અને એડનબર્ગના પુરુષ પર્વતારોહકોના નામે હતો

પર્વતારોહણની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરી સુરતની 73 વર્ષીય મહિલાએ આ વયે બેઝ કેમ્પ સર કરી નવો રેકોર્ડ સર્જ્યો છે. કનકબેન એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરનારા પ્રથમ મહિલા પર્વતારોહક બન્યા છે. આ રેકોર્ડ અગાઉ 73 વર્ષીય બે પુરુષ પર્વતારોહકના નામે હતો. મે 2024માં ગાંધીનગરના પર્વતારોહક કીર્તિકુમાર રાણા અને વર્ષ 2019માં એડિનબર્ગના એલન સિંકલેરએ આ સિદ્ધિ મેળવી હતી. બંને પુરુષ ટ્રેકરે 14 દિવસનો એવરેસ્ટ બેઝ કેમ્પ ટ્રેક સર કર્યો હતો.

સુરતના કનકબેન અનિલ પટેલ શોખ ખાતર ટ્રેકિંગ પ્રવૃતિમાં સક્રિય રહ્યાં હોવાનું સૂત્રો જણાવે છે. એ પછી તેઓએ માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરવા માટેની માન્ય ટ્રેનિંગ લઈ આ સિદ્ધિ હાંસલ કરી છે. આ વાત આજે સુરતમાં ટ્રેકિંગ અને પર્વતારોહણની પ્રવૃતિ સાથે સંકળાયેલા વર્તુળમાં ફેલાઈ હતી.

આ મારા માટે ખૂબ ગર્વની ક્ષણો છે, ખૂબ ડિફિકલ્ટ અને ચેલેન્જિંગ ટ્રેક હતો: કનકબેન પટેલ
કનકબેન પટેલે ટ્રેક સર કરી લીધા પછી એમની સાથે પહોંચેલા એક વ્યક્તિએ આ ગૌરવશાળી ક્ષણોનો વીડિયો ઉતારતા કનકબેનને સવાલ કર્યો હતો કે તમને કેવું લાગે છે? એના ઉત્તરમાં કનકબેન પટેલે કહ્યું હતું કે, “આ મારા માટે ખૂબ ગર્વની ક્ષણો છે. ખૂબ ડિફિકલ્ટ અને ચેલેન્જિંગ ટ્રેક હતો. એ તબક્કે મારો ઉત્સાહ વધારનારા લોકો, વિશેષ કરીને ઉમાસિંહનો વિશેષ આભાર વ્યક્ત કરું છું. તેમનો અને અન્યોનો ખૂબ સારો મોરલ સપોર્ટ રહ્યો. હું ખુશ છું, તેઓની મદદથી આ મુશ્કેલ લાગતો ટ્રેક સર કરી શકી” કનકબેનની સિદ્ધિનો વિડિયો બનાવનાર જ્યારે પુછે છે કે, તમે 73 વર્ષની વયના ભારતનાં પ્રથમ મહિલા ટ્રેકર છો, જેણે મોટી ઉંમરે આ રેકોર્ડ સર્જ્યો છે, આપનું શું કહેવું છે? કેવી લાગણી અનુભવો છો? એ પ્રશ્નના ઉત્તરમાં કનકબેન પટેલે ટૂંકો મુદ્દાસરનો જવાબ આપતાં કહ્યું “ગ્રેટ”

શું છે માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ?
માઉન્ટ એવરેસ્ટ પર પર્વતોની વિરુદ્ધ બાજુએ બે બેઝ કેમ્પ છે : દક્ષિણ બેઝ કેમ્પ નેપાળમાં 5,364 મીટર (17,598 ફૂટ) ( 28°0′26″N 86°51′34″E)ની ઊંચાઈએ છે, જ્યારે ઉત્તર બેઝ કેમ્પ તિબેટમાં 5,150 મીટર (16,900 ફૂટ) (28 °8′29″N 86°51′5″E) પર છે.

નેપાળમાં દક્ષિણ બેઝ કેમ્પ : તિબેટમાં ઉત્તર બેઝ કેમ્પના દૃષ્ટિકોણથી માઉન્ટ એવરેસ્ટ
બેઝ કેમ્પ એ માઉન્ટ એવરેસ્ટના પાયા પરના પ્રાથમિક કેમ્પસાઇટ્સ છે, જેનો ઉપયોગ પર્વતારોહકો તેમના ચઢાણ અને ઉતરાણ દરમિયાન કરે છે. તેમની મુલાકાત હાઇકર્સ પણ લે છે. દક્ષિણપૂર્વીય પર્વતમાળા દ્વારા ચઢાણ કરતી વખતે દક્ષિણ બેઝ કેમ્પનો ઉપયોગ થાય છે, જ્યારે ઉત્તરપૂર્વીય પર્વતમાળા દ્વારા ચઢાણ કરતી વખતે ઉત્તર બેઝ કેમ્પનો ઉપયોગ થાય છે. પુરવઠો દક્ષિણ બેઝ કેમ્પમાં કુલીઓ દ્વારા અને પ્રાણીઓ, સામાન્ય રીતે યાકની મદદથી મોકલવામાં આવે છે. ઉત્તર બેઝ કેમ્પ સુધી ચાઇના નેશનલ હાઇવે 318થી ફાટેલા પાકા રસ્તા દ્વારા પહોંચી શકાય છે. પર્વતારોહકો સામાન્ય રીતે ઊંચાઈ પરની બીમારીનું જોખમ ઘટાડવા માટે, વાતાવરણને અનુકૂળ થવા માટે બેઝ કેમ્પમાં ઘણા દિવસો સુધી આરામ કરે છે.

દક્ષિણ બેઝ કેમ્પ નેપાળ:

  • નેપાળમાં દક્ષિણ બેઝ કેમ્પમાં કોઓર્ડિનેટ્સ
  • ૨૮°૦′૨૬″ ઉત્તર ૮૬°૫૧′૩૪″ પૂર્વ ઉંચાઈ
  • ૫,૩૬૪ મીટર (૧૭,૫૯૮ ફૂટ) સુવિધાઓમાં
  • રૂડિમેન્ટરી ફિલ્ડ હોસ્પિટલ, હેલિપોર્ટ

દક્ષિણ બાજુએ ૫,૩૬૪ મીટર (૧૭,૫૯૮ ફૂટ)ની ઊંચાઈ પર આવેલ એવરેસ્ટ બેઝ કેમ્પ ટ્રેક, હિમાલયના સૌથી લોકપ્રિય ટ્રેકિંગ રૂટમાંનો એક છે અને દર વર્ષે લગભગ ૪૦,૦૦૦ લોકો લુકલા એરપોર્ટ (૨,૮૪૬ મીટર અથવા ૯,૩૩૭ ફૂટ)થી ત્યાં ટ્રેક કરે છે. [૫] ટ્રેકર્સ સામાન્ય રીતે કાઠમંડુથી લુકલા ઉડાન ભરે છે જેથી બેઝ કેમ્પ સુધી ટ્રેક શરૂ કરતા પહેલા સમય અને શક્તિ બચાવી શકાય. જો કે, લુકલા સુધી ટ્રેકિંગ શક્ય છે. કાઠમંડુથી લુકલા સુધી કોઈ રસ્તા નથી અને પરિણામે, મોટા અને ભારે માલસામાનના પરિવહનનો એકમાત્ર રસ્તો વિમાન દ્વારા છે.

નેપાળ બાજુથી એવરેસ્ટ બેઝ ટ્રેક રૂટ મેપ
લુકલાથી, પર્વતારોહકો દૂધ કોસી નદીની ખીણને અનુસરીને, ૩,૪૪૦ મીટર (૧૧,૨૯૦ ફૂટ) ઊંચા શેરપા રાજધાની નામચે બજાર સુધી ઉપર તરફ ટ્રેકિંગ કરે છે. ગામ સુધી પહોંચવામાં લગભગ બે દિવસ લાગે છે, જે આ વિસ્તારનું કેન્દ્રિય કેન્દ્ર છે. સામાન્ય રીતે આ બિંદુએ, પર્વતારોહકો વાતાવરણને અનુકૂલન માટે એક દિવસ આરામ આપે છે. ત્યારબાદ તેઓ ૪,૨૬૦ મીટર (૧૩,૯૮૦ ફૂટ) ઊંચા ડિંગબોચે સુધી બીજા બે દિવસ ટ્રેકિંગ કરે છે અને પછી વધુ વાતાવરણને અનુકૂલન માટે બીજા દિવસ આરામ કરે છે. મોટાભાગના ટ્રેકર્સ ટેંગબોચે મઠ દ્વારા પરંપરાગત રસ્તાનો ઉપયોગ કરે છે, પરંતુ તાજેતરમાં, મોંગ લા અને ફોર્ટસે દ્વારા ઉચ્ચ રસ્તાએ તેના પ્રભાવશાળી દૃશ્યોને કારણે લોકપ્રિયતા મેળવી છે. બીજા બે દિવસ તેમને ગોરક્ષેપ , કાલા પથ્થર નીચે સપાટ મેદાન , ૫,૫૪૫ મીટર (૧૮,૧૯૨ ફૂટ) અને માઉન્ટ પુમોરી દ્વારા એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી લઈ જાય છે.

Most Popular

To Top