રાજયમાં કોરોનાના નવા 55 કેસો નોંધાયા છે. આ ઉપરાંત અમદાવાદ અને વડોદરામાં કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે. આ બંને શહેરોમાં કોરોનાના નવા 14-14 કેસ નોંધાયા છે. જયારે કોરોનાથી વલસાડમાં 1 દર્દીનું મૃત્યું થયુ છે. બીજી તરફ કોરોનાના નવા વેરિયન્ટ એવા ઓમીક્રોનના રાજયમા 4 કેસો નોંધાયા છે. જેમાં ત્રણ જામનગરમાં અને એક કેસ સુરતમાં નોંધાયો છે.
આજે રાત્રે આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજયમાં કોરોનાના નવા 55 કેસો નોંધાયા છે. જેમાં અમદાવાદ તથા વડોદરા શહેરમાંમાં 14-14 કેસો , જામનગર શહેરમાંમાં 6, નવસારીમાં 5, રાજકોટ શહેરમાંમાં 5, સુરત શહેરમાંમાં 4, આણંદમાં 1, ગાંધીનગર શહેરમાંમાં 1, જામનગરમાં 1, કચ્છમાં 1, મોરબીમાં 1, પોરબંદરમાં 1 અને વલસાડમાં 1 એમ કુલ 55 કેસોનો સમાવેશ થાય છે. વલસાડમાં એક દર્દીનું મૃત્યુ થયુ છે. જયારે રાજયમાં 48 દર્દીઓને સાજા થઈ જતાં તેઓને રજા આપી દેવાઈ છે. રાજયમાં કોરોનાના અત્યાર સુધીમાં કુલ 8,28,246 જેટલા કેસો નોંધાયા છે
હાલમાં રાજયમાં કોરોનાના કુલ 555 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 4 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે જયારે 551 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. રાજયમાં 817591 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જયારે રાજયમાં કુલ 10100 દર્દીઓનું કોરોનાથી નિધન થયુ છે.
મંગળવારે વધુ 3.09 લાખ લોકોનું રસીકરણ
રાજયમાં આજે દિવસ દરમ્યાન 3.09 લાખ લોકોનું કોરોના સામે રસીકરણ કરાયુ છે. જેમાં 45 વર્ષથી વધુ ઉમરના 9088 લોકોને રસીનો પહેલો ડોઝ અને 45 વર્ષથી વધુ ઉમરના 69436 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. તેવી જ રીતે 18થી 45 વર્ષના 31542 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 18થી 45 વર્ષના 197982 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આ રસીકરણમાં રાજયના હેલ્થ કેર વર્કર તથા ફ્રન્ટલાઈન વર્કરનો પણ સમાવેશ થાય છે. રાજયમાં અત્યાર સુધીમાં 8,58,66,425 લોકોને રસી આપવામાં આવી છે.