National

ભારતમાં ચાર લોકોમાં દ.આફ્રિકાનો ભયંકર કોરોના સ્ટ્રેન મળી આવતાં ખળભળાટ

નવી દિલ્હી (New Delhi): એક તરફ દેશમાં કોરોના રસીનો (Corona Vaccine) બીજો ડોઝ આપવાનું શરૂ થઇ ચૂક્યુ છે. એવામાં મહારાષ્ટ્રમાં (Maharashtra) કોરોના કેસો અચાનક વધી ગયો હોવાના સમાચાર આવ્યા છે. મહારાષ્ટ્રના મેયરે કહ્યુ છે કે હવે બધુ લોકોના હાથમાં છે. હાલમાં ખબર મળી છે કે ભારતમાં ચાર લોકોમાં દક્ષિણ આફ્રિકામાં (South Africa) જોવા મળેલા કોરોનાના નવા સ્ટ્રેનનો ચેપ લાગ્યો છે. ICMRના વડા ડૉ. બલરામ ભાર્ગવે આ સમાચારની પુષ્ટિ કરી છે.

જણાવી દઇએ કે જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં યુકે / લંડન/ બ્રિટન/ ઇંગ્લેંડ સિવાય દક્ષિણ આફ્રિકા અને નાઇજિરિયામાં કોરોના નવા તાણ જોવા મળ્યા હતા. હાલમાં લંડન સહિત આખા યુરોપમાં કોરોનાના નવા તાણના કારણે પરિસ્થિતિ ગંભીર હોવાથી કડક લોકડાઉન છે. દક્ષિણ આફ્રિકામાં પણ કોરોનાના નવા તાણને કારણે સ્થિતિ સાધારણ નથી. ત્યાં સુધી કે ઑક્વર્ડ એસ્ટ્રાઝેનેકાની કોરોના રસી (Oxford Astrazeneca vaccine) અહીં કારગર સાબિત ન થતા આ કંપનીઓને કોરોના રસીના વધુ ડોઝનો ઓર્ડર આપવાનું ટાળવામાં આવ્યુ છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top