ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1,45,384 કેસ નોંધાયા હતા. આ સાથે સંક્રમિત થનાર લોકોનો કુલ આંકડો 1,32,05,926 પર પહોંચી ગયો છે. એમ આરોગ્ય મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું.
સવારે 8 વાગ્યે અપડેટ કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા સાડા છ મહિના પછી ફરી 10 લાખને પાર કરી ગઈ છે. દેશમાં કોરોનાથી વધુ 794 મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક વધીને 1,68,436 થઈ ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં થયેલા મૃત્યુ 18 ઑક્ટોબર બાદના સૌથી વધુ છે.
દેશમાં સતત 31 દિવસથી કોરોનાના કેસમાં વધારો થતાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 10,46,631 થઈ ગઈ છે. જે કુલ કેસના 7.93 ટકા છે. જ્યારે, રિકવરી રેટ ઘટીને 90.80 થઈ ગયો છે.
દેશમાં કોરોનાને માત આપનાર લોકોની સંખ્યા વધીને 1,19,90,859 થઈ ગઈ છે. જ્યારે મૃત્યુદરમાં ઘટીને 1.28 ટકા થઈ ગયો છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) અનુસાર, દેશમાં શુક્રવારે 11,73,219 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે કુલ 25,52,14,803 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
દેશમાં નોંધાયેલા નવા 794 મૃત્યુમાં મહારાષ્ટ્રના 301, છત્તીસગઢના 91, પંજાબના 56, કર્ણાટકના 46, ગુજરાતના 42, દિલ્હીના 39, ઉત્તર પ્રદેશના 36, રાજસ્થાનના 32, મધ્યપ્રદેશ અને તમિલનાડુના 23-23, કેરળના 22, ઝારખંડના 17, આંધ્રપ્રદેશ અને હરિયાણાના 11-11 લોકોનો સમાવેશ થાય છે.