વડોદરા: વડોદરામાં (Vadodra) નેશનલ હાઈવે (National Highway) પર જાંબુવા બ્રિજ પાસે 19 વર્ષીય વિદ્યાર્થીનીની કરપીણ હત્યા (Murder) કરાયેલ લાશ મળી આવી છે. નેશનલ હાઈવે પાસે લેન્ડ ફિલ્ડ સાઈટ પર વિદ્યાર્થીનીને મારીને નાંખી દેવાઈ હતી. હત્યા કરનારે વિદ્યાર્થીનીનો એક હાથ કાપી લાશને ફેંકી દીધી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે કલ્પેશ ઠાકોર નામના યુવકે તૃષા સોલંકીની હત્યા કરી હોવાનું કબૂલ્યુ છે. ક્રાઈમ બ્રાન્ચ અને લોકલ પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૂળ પંચમહલ જિલ્લાની તૃષા સોલંકી વડોદરા તેના મામાના ઘરે રહીને અભ્યાસ કરતી હતી. આરોપીએ તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરી લાશ ફેંકી દીધી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે માથાના અને મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવ્યા હતા. વિદ્યાર્થીની પાસે રહેલા આધારકાર્ડ પરતી જાણવા મળ્યું હતું કે તે મૂળ પંચમહાલના સામલી ગામની રહેવાસી છે. કલ્પેશ ઠાકોર ચાર વર્ષથી યુવતીના સંપર્કમાં હતો. તે તેને પરેશાન કરતો હતો. તેણે જ યુવતીને હાઈવે પર મળવા બોલાવી હતી. યુવતી આવ્યા બાદ તેણે પાછળથી તેના પર ધારદાર ધારિયાથી હુમલો કર્યો હતો.
19 વર્ષીય તૃષા સોલંકી વડોદરા તેના મામાના ઘરે રહેની અભ્યાસ કરતી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે તૃષાા રોજની જેમ જ પોતાનું એક્ટિવા લઈને ટ્યૂશન જવા માટે નીકળી હતી. અને ત્યાર બાદ શહેર નજીકના નેશનલ હાઇવે નં-48 પર આવેલી લેન્ડ ફીલ્ડ સાઇડ પાસે એક યુવતીની કરપીણ હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પોલીસ પાસે મળતી જાણકારી અનુસાર યુવતીનાં માથા અને મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા માર્યા હોય એવાં નિશાનો મળ્યાં હતાં. આ ઉપરાંત હત્યારાએ યુવતીનો જમણો હાથ કાપીને તેના શરીરથી દૂર ફેંકી દીધો હતો. હાલ પોલીસે આ દિશામાં તપાસ કરી રહી છે કે કયા કારણસર હત્યા કરવામાં આવી છે. આરોપી કલ્પેશ ઠાકોર માણેજા ગામથી પકડાયો હતો. આરોપી ઈલેક્ટ્રીકનું કામ કરે છે.
હાઈવે નજીક ખેતરમાં રહેતાં ગીતા બેન પાટણવાડિયાએ જણાવ્યું હતું કે હું મારા રોજિંદા ઘરકામમાં પરોવાયેલી હતી ત્યારે ઓચિંતી પાણા આઠ વાગ્યે યુવતીની ચીસો સંભળાઇ હતી, પણ લાઇટો જતી રહી હોવાથી અંધારું વધુ હતું, એટલે ત્યાં જવાની મારી હિંમત ચાલી ન હતી. તરત મેં મારા જમાઇને જાણ કરી હતી, અને તેમણે પોલીસ કંટ્રોલને જાણ કરી હતી. એ લોકો બહુ ઝાટકા મારતા હોવાથી યુવતી ચીસો પાડતી હતી. આ ઘટના મારા ખેતરથી 200 મીટર દૂર બની હતી.
19 વર્ષીય તૃષા એક એકેડમીકમાં કોચિંગ સ્પાર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી હતી અને આ ઘટના ત્યારે જ બની હતી જ્યારે તે પોતાની એક્ટિવા લઈ કોચિંગથી પોતાના ઘરે પરત ફરી હતી. આ અંગે યુવતીના મામા સજ્જનસિંહે જણાવ્યું હતું કે અમારા પરિવારમાં એકની એક દીકરી હતી. અને તે અલકાપુરી કોચિંગ માટે જતી હતી. પરંતુ રોજની જેમ સાંજે ઘરે પરત ફરી ન હતી. બાદમાં તેની હત્યાની જાણ થઇ હતી. કરણરાજ વાઘેલા ડીસીપીના જણાવ્યા અનુસાર એકેડમીમાં કોચિંગ માટે જતી તૃષા હાઈવે પર કેવી રીતે પહોંચી એ તપાસનો વિષય છે. અમે એ બાબતે ઊંડી તપાસ કરી રહ્યા છે.