National

અતિ દુર્લભ : વર્ષ 1947ના પહેલા સ્વાતંત્રય દિન વખતનો માહોલ પુનર્જીવિત!!

15 Aug 1947 Newspaper

આજે સમગ્ર દેશ આઝાદીના 75 વર્ષ એટલે કે અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. ‘હર ઘર તિરંગા’ના સૂત્ર સાથે આજના આ રાષ્ટ્રીય પર્વે માહોલ પણ બરાબર જામ્યો છે. તો આ અવસરે ‘ગુજરાતમિત્ર’એ તેના વાચકો માટે ખાસ વર્ષ 1947ની તા. 15મી ઓગસ્ટ ઉપરાંત તેના આગલા પાછલા દિવસોની આવૃત્તિ એટલે કે (14th August 1947 Newspaper) તા. 14મી અને તા. 17મી ઓગસ્ટ (તા. 16મી ઓગસ્ટનો અંક બંધ રહ્યો હતો.)ના ખૂબ જ અલભ્ય અંકોની તથા તેમાં પ્રગટ થયેલા રસપ્રદ સમાચારો અને લેખોની ઝલક અહીં પ્રસ્તુત કરી છે. (15th August 1947 Newspaper) તા. 15મી ઓગસ્ટ 1947ના રોજ દેશ આઝાદ થયો તે અવસરે ‘ગુજરાતમિત્ર’એ તેના રોજીંદા અંક સાથે એક 20 પાનાની દળદાર સ્વાધિનતા પૂર્તિ બહાર પાડી હતી. તથા તેમાં પ્રગટ થયેલા રસપ્રદ સમાચારો અને લેખો અને તસવીરોથી સજ્જ આ પૂર્તિનું મુખપૃષ્ઠ અને તેના કેટલાંક રસપ્રદ અને આજે પણ સાંપ્રત લાગે તેવા લેખોની ઝલક પણ અહીં પ્રસ્તુત છે. આજના આ અવસરે ગુજરાતમિત્રની આ અતિ અલભ્ય પ્રતોની ઝાંખી કરાવીને વર્ષ 1947માં જયારે ભારત સ્વતંત્ર થયું તે વખતનો માહોલ પુનર્જીવિત કરવાનો પ્રયાસ છે. (17th August 1947 Newspaper)

તારીખ 14 અને 17 ઓગસ્ટ 1947ના રોજ ‘ગુજરાતમિત્ર’માં છપાયેલા વિવિધ અહેવાલોની ઝાંખી

14 અને 17 ઓગસ્ટ 1947ના રોજ આઝાદી પર્વ નિમિત્તે ‘ગુજરાતમિત્ર’ના પહેલા પાના ઉપર 14મી ઓગસ્ટે જવાહરલાલ નહેરૂ દેશના પહેલા વડાપ્રધાન બનશે તે હેડલાઇન હતી. આ ઉપરાંત સ્વતંત્ર ભારતના પહેલા પ્રધાનમંડળ, પોર્ટુગીઝ અને ફ્રેન્ચની કેટલાક પ્રદેશો પર હજી કબજો હોવાની, લાલકિલ્લા ઉપર પહેલી વખત ફરકેલા રાષ્ટ્રધ્વજ, દેશ, દુનિયા, સુરત શહેર અને જિલ્લામાં થયેલી આઝાદીની ઉજવણી, સ્વતંત્ર ભારતનું ભવિષ્ય વિગેરે બાબતો પ્રસિદ્ધ કરવામાં આવી હતી આ ઉપરાંત રજત જયંતિની ઉજવણી દરમિયાન ‘ગુજરાતમિત્ર’ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી પૂર્તિની વાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top