SURAT

SMC અધિકૃત શાળાઓની 3 કરોડની વિકાસ ગ્રાન્ટ અદ્રશ્ય

સુરત : AAP દ્વારા સુરતની મનપા સંચાલિત શાળાઓને ગ્રાન્ટના નાણાં આપવામાં આવ્યા હતા, જેનો હિસાબ લાંબા સમયથી માંગવા છતાં ન મળતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિફર્યા હતા અને ગત સામાન્ય સભામાં ભાજપ ઉપર ભ્રસ્ટાચારના આરોપો લગાવી હોબાળો કર્યો હતો.

આમ આદમી પાર્ટીના 14 કાર્યકર્તાઓએ પોતાની ગ્રાન્ટને સમિતિની શાળાઓના વિકાસ કાર્ય માટે પ્રાથમિક શિક્ષા સમિતિને સોંપી હતી. 3 કરોડ રૂપિયાનું શું કરવામાં આવ્યું તેનો હિસાબ પાછલા લાંબા સમયથી માંગવામાં આવી રહ્યો છે. જવાબ ન મળતા આર.ટી.આઇ ( RTI ) નો પણ સહારો પણ લેવામાં આવ્યો હતો, પરંતુ તેનો પણ કોઈ જવાબ મળ્યો નથી. બુધવારે સામાન્ય સભાની બેઠકમાં આપએ ફરી પોતાની આપેલી ગ્રાન્ટ અંગે સવાલો પૂછ્યા હતા. આ બાબતે મોટો હોબાળો પણ થયો હતો અને આપ દ્વારા ભાજપ ઉપર ભ્રસ્ટાચાર ના આરોપો લગાડવામાં આવ્યા. આ મુદ્દા ઉપર ઘણા લાંબા સમય સુધી વાદ વિવાદ ચાલ્યા અને આપ પાર્ટી ઝંડા લઈને પોતાના પૈસાનો હિસાબ માંગતી રહી.

આ સિવાય ચર્ચાના અગત્યના મુદ્દા:

આ હોબાળા સિવાય ચર્ચામાં વિદેશી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સુરતમાં કઈ રીતે લાવવા તે મુદ્દા ઉપર ચર્ચાએ વળાંક લીધો હતો. SMC સુરત મહાનગર પાલિકા (Surat municipal coproration)એ એન.એમ.સી (naional medical commision)ના નિર્ણય સામે જુકવું પડ્યું હતું. એન. એમ. સી. ના આદેશના કારણે મનપા ઉપર 32 લાખનો બોજ વધીઓ ગયો છે. ઇન્ટર્નશીપની ફિસ વસુલવાની જગ્યાએ મનપાએ હવે વિદેશી વિદ્યાર્થીઓને સ્ટાઇફંડ આપવું પડશે.

આ સભાનું આયોજન શા માટે કરવામાં આવ્યું હતું?

આ સભા મૂખ્યત્વે મનપા સંચાલિત તમામ સંસ્થાઓના વિકાસ કાર્યો અને તેને લગતી સમસ્યાઓને ઉકેલવા માટે યોજાઈ હતી. જેમાં એક અગત્યનો મુદ્દો એ પણ હતો, કે સ્મીમેરમાં જે દર્દીઓની સારવારની રકમ લાંબા સમયથી બાકી છે તેને માફ કરવામાં આવે. પણ આપ દ્વારા અપાયેલી ગ્રાન્ટનો હિસાબ આપના કોર્પોરેટર દ્વારા માંગવામાં આવતા સભાનું વાતાવરણ બગડયું હતું. અને જરૂરી એવા તમામ મુદ્દાઓ બાજુમાં રહી ગયા હતા. ત્યારે આવા ઉગ્ર વાતાવરણમાં જનતાની મુશ્કેલીઓનું સમાધાન કઇ રીતે મડશે એ મહત્વનો પ્રશ્ન છે. અને બીજો મહત્વનો પ્રશ્ન એ છે કે અસલમાં 3 કરોડ કયા ગયા? અને જો તે વિકાસના કામોમાંજ વપરાયા છે તો હજી સુધી મનપા ખર્ચનો હિસાબ આપવામાં અસમર્થ શા માટે છે?

Most Popular

To Top