Vadodara

વડોદરા : મંદિરમાં લઇ જઇ 20 વર્ષીય પરિણીતાની 65 વર્ષીય નાના સસરા દ્વારા છેડતી

પતિને વાત કરવાનું કહેતા દંપતીને ઘરમાંથી કાઢી મુકવાની ધમકી આપી

તુ મારી સાથે સંબંધ રાખીશ તો રુપિયા આપીશ તેવી બીભત્સ માગણી પણ કરી

ફતેપુરા વિસ્તારમાં 20 વર્ષીય પરિણીતાને મંદિરમાં લઇને ગયા બાદ નાના સસરાએ શારીરિક છેડતી કરી હતી. ત્યારબાદ તારા પતિને કહીશ તો તેમને ઘરમાંથી કાઢી મુકીશ તેવી ધમકી આપી હતી. જેથી પરિણીતા ડરી જતા કોઇને વાત કરી ન હતી. ત્યારબાદ ફરી નાના સસરાએ પરિણીતાને શરીર સંબંધ રાખીશ તો તને રૂપિયા આપીશ તેવી બીભત્સ માગણી રી હતી. જેથી પરિણીતાએ કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં નાના સસરા સામે ફરિયાદ નોંધાવા છે.  

વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં રહેતી 20 વર્ષીય પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે મારા પતિ નાનાપણથી નાના સસરા સાથે રહેતા હોય હું પણ લગ્ન બાદ પતિ સાથે તેમની સાથે રહુ છું. આજથી એકાદ મહિના પહેલા હુ તેમજ મારા નાના સસરા ઇશ્વરભાઇ ચૌહાણ (ઉં.વ.65)એ રાત્રે આઠ વાગ્યાના અરસામાં મને કહ્યું હતું કે આપણ ઘરના મંદિરમાં દર્શન કરવા જઇએ. જેથી હુ તેમની સાથે દર્શન કરવા માટે ગઇ હતી ત્યારે તેઓએ મને કમરના ભાગેથી પકડી શારીરિક છેડતી કરી હતી. જેથી મે તેમને કહ્યું હતું કે હુ મારા પતિને આ વાતની જાણ કરી દઇશ. ત્યારે નાના સસરાએ આ વાત તારા પતિને કહીશ તો તમને ઘરમાંથી કાઢી મુકીશ. જેથી હુ ડરી ગઇ હોય મારા પતિને વાત કરી ન હતી. દરમિયાન 21 એપ્રિલના રોજ પરિણીતા ઘરે હાજર હતી જ્યારે મારા પતિ માંડવી મંદિર ગયા હતા. ત્યારે નાના સસરાએ તુ મારી સાથે સંબંધ નહી રાખીશ તો તને રૂપિયા આપીશ તેવી લાલચ આપી હતી. પરંતુ મે ના પાડી દીધ હતી જેથી મે મારા પતિને આ વાતની જાણ કરી દેતા પતિ અને નાના સસરા વચ્ચે બોલાચાલી થઇ હતી. જેથી મારા પતિએ સમાજના લોકોને ભેગા કરી મીટિંગ બોલાવી હતી. પરંતુ નાના સસરા મીટિંગમાં આવ્યા ન હતા. જેથી કુંભારવાડા પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે નાના સસરા ઇશ્વર મસરુ ચૌહાણ સામે ગુનો નોંધી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top