Vadodara

વડોદરા : ડિવાઈડર સાથે ભટકાતા એક્ટિવા ચાલકનું મોત

ગોરવા પંચવટી સર્કલ પાસે એક્ટિવા સ્લિપ ખાઈ જતા અકસ્માત સર્જાયો

ગોરવા પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસ હાથધરી

વડોદરા શહેરના ગોરવા પંચવટી સર્કલ પાસે એકટીવા સ્લિપ ખાઈ જતા ચાલક રોડ પરના ડિવાઈડર સાથે અથડાયો હતો. સર્જાયેલા અકસ્માતમાં 55 વર્ષીય ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બનાવ અંગે ગોરવા પોલીસે તપાસ હાથધરી છે.

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં બધું એક સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. વહેલી સવારે એકટીવા ચાલક રેલવે સ્ટેશનથી પોતાના ઘરે જઈ રહ્યો હતો. તે દરમિયાન પંચવટી સર્કલ પાસે એકટીવા સ્લિપ ખાઈ જતા ચાલક ડિવાઈડર સાથે અથડાયો હતો અને મોતને ભેટ્યો હતો. અકસ્માતને પગલે સ્થળ પર લોક ટોળા ભેગા થયા હતા. જ્યારે ગોરવા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ઉ.વ.55 મુકેશકુમાર કૈલાશચંદ્ર અગ્રવાલ રહે. 3/33 ઉદય પાર્ક સોસાયટી પંચવટી પાછળ ગોરવાનાઓ આજે વહેલી સવારે 05:30 વાગ્યાના અરસામાં મહાકાળી માતાજીના મંદિર પંચવટી સર્કલ પાસેથી પસાર થઈ રહયા હતા. તે વખતે એકટીવા સ્લીપ ખાઈ જતા રોડ પરના ડિવાઇડર સાથે અથડાતા તેઓને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેના કારણે તેઓનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બનાવને પગલે લોક ટોળા ઉમટી પડ્યા હતા અને બનાવની જાણ ગોરવા પોલીસને કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોટમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે. મૃતક મુકેશ અગ્રવાલ કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું

Most Popular

To Top