બેફામ દોડતા વાહનચાલકો સામે લાલ આંખ, પોલીસે આરટીઓના મેમા પણ ફટકાર્યાં
વડોદરા તા.11
શહેરમાં વારંવાર અકસ્મતાના સર્જનાર ભારદારી વાહનો સામે ટ્રાફિક પોલીસ વિભાગે સપાટો બોલાવ્યો છે. જેમાં બુધવારે સાંજથી રાત્રી સુધીમાં 13 ભારદારી વાહનો, 6 બુલેટ સહિતના ટુ વ્હીલર અને 10 થ્રી વ્હીલર મળી 29 વાહનો ડીટેન કરીને તેમના ચાલકોને આરટીઓનો મેમો ફટકારવામાં આવ્યો હતો.
વડોદરા શહેરમાં ભારદારી વાહનો માંતેલા સાંઢની જેમ દોડતા હોય ઘણીવાર અન્ય વાહન ચાલકોને અડફેટે લઇને અકસ્માત કરતા હોય છે. જેના કારણે કેટલાક લોકોના મોત પણ નિપજ્યા છે, જ્યારે કેટલાકને ગંભીર ઇજા પહોંચી છે. જેને લઇને ટ્રાફિક પોલીસ વિભાગ ભારદારી વાહનો સામે લાલ આંખ કરી છે. જેમાં બુધવારે બેફામ દોડતા ભારદારી સહિતના વાહનો સામે સપાટો બોલાવ્યો હતો. શહેરના પશ્ચિમઝોનમાં ટ્રાફિક પોલીસ દ્વારા 13 ભારદારી વાહનો 6 મોડીફાઇડ સાયલેન્સરવાળા બુલેટ સહિતના ટુ વ્હીલર અને 10 જેટલા થ્રિ વ્હીલર વાહનોને ડીટેઇન કરીને તેમના ચાલકોને આરટીઓનો મેમો ફટકારવામાં આવ્યો હતો. હજુ પણ પ્રતિબંધિત સમય કરતા અન્ય સમયે શહેરમાં પ્રવેશ કરતા ભારદારી વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.