Vadodara

વડોદરા: જૂના મીટર નહિ લગાવે તો 1200 પરિવારો ઉગ્ર આંદોલન કરવાના મૂડમાં.

સ્માર્ટ મીટર સામે વિરોધ યથાવત સુત્રોચાર સાથે વિરોધ :

ગોરવા હાઉસિંગ બોર્ડ ખાતે મહિલાઓએ એમજીવીસીએલ અને શાસકો સામે તીખા શબ્દોના પ્રહારો કર્યા

વડોદરા શહેરમાં પ્રિપેડ સ્માર્ટ વીજ મીટરનો વિરોધ ઉગ્ર બન્યો હતો. ઠેર ઠેર લોકોએ મોરચા , ધરણા પ્રદર્શન , સહી ઝુંબેશ સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ત્યારે સતત અગિયારમા દિવસે ગોરવા હાઉસિંગ બોર્ડ ખાતે સ્થાનિક રહીશોએ એકત્ર થઈ ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. ભારે સૂત્રોચાર પોકારી જૂના મીટર જ રાખવા માંગણી કરી હતી.

વડોદરામાં છેલ્લા કેટલાય સમયથી સ્માર્ટ વિજ મીટરનો કકળાટ સામે આવી રહ્યો છે. ત્યારે ગોરવા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડના રહીશો સાથે સામાજિક આગેવાન વિરેન રામીની આગેવાનીમાં વિજ કંપનીની સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને સ્માર્ટ મીટર હટાવો અને જૂના મીટર લગાવોની માંગ બુલંદ કરી હતી.ગોરવા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડ ખાતે 1200 થી વધુ મકાનો આવેલ છે. ત્યાં મધ્યમવર્ગના લોકો રહે છે, તેઓની મહિનાની આવક 10 થી 12 હજાર રૂપિયા છે. ત્યારે આ સ્માર્ટ મીટરનો સખત વિરોધ કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ કોઈ સાંસદ, ધારાસભ્યો કે નગર સેવકોને ત્યાં સ્માર્ટ વીજ મીટરો લગાવવામાં આવ્યા નથી, સાથે જ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ત્યાંજ આ મીટર થોપી દેવામાં આવ્યા છે. ત્યારે આ મીટર થી ઘણી હાલાકી વેઠવી પડી રહી છે. વર્ષ 2003 માં સરકાર દ્વારા આ કાયદાની શરૂઆત કરવામાં આવી હતી. કોરોના કાળ દરમિયાન આ કાયદો લાવવામાં આવ્યો છે. આજે આ કાયદાને અમલમાં મુકવામાં આવી રહ્યો છે. સ્માર્ટ મીટર સરખું છે તે વાત સ્વિકારી ન શકાય. આ બાદમાં ઇલેક્ટ્રીસીટી સેક્ટરને ખાનગીકરણ તરફ લઈ જવામાં આવશે. બાદમાં ડાયનામીક ચાર્જીસ શરૂ થશે, તેમાં દિવસ દરમિયાન ઓછો ચાર્જ લાગશે, અને રાત્રી સમયે વધુ ચાર્જ વધારે ગણશે. ઉદ્યોગમાં ચાર્જ વધારે છે. તેમાં સમાનતા લાવવાનો આ પ્રસાય છે. તેના વિરૂદ્ધમાં ગોરવા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડ ખાતે ભેગા થઈને લોકોએ સ્માર્ટ મીટરનો સખત વિરોધ કરીને સ્માર્ટ મીટરના બદલે જૂના મીટરો લગાવાની માંગ કરી હતી અને જો જૂના મીટરો નહિ લગાવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

મારી નાખવાના ધંધા કર્યા છે ગરીબ માણસ ક્યાંથી જીવશે ?

હું વિધવા છું, મારી છોકરી બંગલે કામે જાય છે, એનું છૂટું થઈ ગયું છે, એની સાથે એના બે છોકરા સાથે રહે છે. 8000 રૂપિયામાં ઘર ભાડું, લાઈટ બિલ, ખાવાનું કાઢીએ, તો હવે આ જે સ્માર્ટ મીટર લાવ્યા છે, તો એમાં લાઈટ બિલ કેવી રીતે કાઢવું? રૂપિયા ક્યાંથી લાવીએ, ગરીબ માણસ ક્યાંથી જીવશે. મારી નાખવાના ધંધા કર્યા છે. રાત્રે લાઇટો જતી રહે છે, આખી રાત અમારે ઉજાગરા કરવાના ગરમીમાં માણસ જાય ક્યાં આ મીટર અમારે જોઈતા નથી જૂના મીટર આપો : ભાનુબેન

સૌથી પહેલા સ્માર્ટ મીટર લગાવવા હોય તો સાંસદ, ધારાસભ્ય, કોર્પોરેટરોના ઘરે લગાવો :

સ્માર્ટ મીટર માત્ર ગરીબ અને મધ્યમ વર્ગના લોકો હોય આવાસ યોજના હોય ગુજરાત હાઉસિંગ બોર્ડ હોય એવી જગ્યાઓ પર આ મીટર લગાવ્યા છે. સૌથી પહેલા સ્માર્ટ મીટર લગાવવા હોય તો સાંસદ, ધારાસભ્ય, કોર્પોરેટરોના ઘરે લગાવો. પરંતુ એમના ઘરે ડિજિટલ મીટર જુના અને ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને ત્યાં સ્માર્ટ મીટર થોપી બેસાડ્યા છે. લોકો પેટે પાટા બાંધી કાળી મજૂરી કરીને પોતાના બાળકોની ફી ભરતા હોય છે અને એવા સંજોગોની અંદર 15 દિવસની અંદર જ માત્ર બે હજાર રૂપિયા બિલ આવે એટલે સમજી શકાય કે છ-છ, સાત-સાત હજાર રૂપિયા બિલ આવતું હોય, ઘરની આવક 10 થી 15 હજાર રૂપિયા હોય આવા સમયે સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર લગાવવામાં આવશે તો ભાઈ સ્માર્ટ મીટર તમારે લગાવવાની જરૂર હોયતો જૂના ડિજિટલની વેલિડિટી 15 વર્ષની છે. તો પછી શાના માટે તમે એમ કહો છો કે બંને મીટર એક સરખા ચાલે છે. અમારી માંગ છે કે અમને જૂના મીટર પાછા આપો અને જો પાછા નહીં આપવામાં આવે તો આ 1200 મકાનો ના રહીશો ઉગ્ર આંદોલન પણ કરશે : વીરેન રામી,સામાજિક આગેવાન

વહેલી સવારથી વીજ પુરવઠો ઠપ્પ રહેતા ગરમીમાં લોકો મુશ્કેલીમાં મૂકાયા :

ઈન્દ્રપુરી સ/ડિવિઝન, વાઘોડિયા ફીડરમાં આવતા ડભોઈ દશાલાડભવન,સાકાર ફ્લેટ, એચડીએફસી બેન્ક , રિલાયંસ ફ્રેશ, ભાઈલાલભાઈ પાર્ક, દ્વારકાનગરી, સાનિધ્ય ટાઉનશિપ, પ્રણવ બંગલો, અંક્ષર ડિવાઈન, પામ ડ્રીમ, અક્ષર વિલા, પ્રણવ વાટિકા, શ્રીનાથ કુંજ, તુલસી હાઈટ, પ્લેનેટ વર્લ્ડ, બંસરી એવન્યુ, તથા તેની આસપાસનો વિસ્તાર, કારેલીબાગ સ/ડિવિઝનમાં વીઆઈપી ફીડરમાં ભાવની સોસાયટી, બોમ્બે પાર્ક, પ્રાર્થના ફ્લેટ,આનંદનગર, પ્રેસ ક્વાટર્સ,ધવલપાર્ક સોસયટી, કાલિન્દી કોમ્પ્લેક્ષ વીઆઈપી વ્યૂ, વૃંદાવન સો.,દ્વારકેશ હોસ્પીટલ વાઘેશ્વરી સો.,બહુચરનગર,વીરનગર. સો, અયોધ્યાનગર, જલારામ નગર તથા તેની આસપાસનો વિસ્તાર, પાયલપાર્ક, ગીતાપાર્ક, આદિનાથ સોસાયટી,અશોકવાટિકા, મારૂતિ ધામ, પલ્લવપાર્ક, વિદ્યાકુંજ સોસાયટી, ધનલક્ષ્મી સોસાયટી, અનિલપાર્ક, વૃંદાવન સોસાયટી તથા તેની આસપાસ નોવિસ્તાર તેમજ ખોડિયારનગર સ/ડી, રાજીવનગર ફીડરમાં ઘનશ્યામ પાર્ક, રાજીવનગર, કૃષ્ણ નગર, ગોપાલકૃષ્ણ, શિવ બંગલો, મહાલક્ષ્મી પાર્ક, પ્રમુખપ્રિત પાર્ક, પોલીસ કોલોની, નથીબા નગર, જલારામ મંદિર, અરિહંત સોસાયટી, પંચશીલ એપાર્ટમેન્ટ તથા તેની આસપાસના તમામ વિસ્તારમાં સવારે 6 થી 10 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહ્યો હતો.

શનિવારે ક્યાં વીજ પુરવઠો ક્યાં બંધ રહેશે :

ખોડિયારનગર સ/ડીવિઝન અર્થઆઈકોન ફીડરમાં આવતા પુજાપાર્ક, પૂર્ણિમા સોસાયટી, હરેકૃષ્ણા૧-૨, અંબિકાનગર, ઘનશ્યામ પાર્ક, લક્ષ્મીનારાયણ, સંતરામ પાર્ક, અર્થ આઈકોન-૧-૨, સાઈગંગા કોમ્પ્લેક્સ તથા તેની આસપાસના વિસ્તારમાં ચાર કલાક બંધ રહેશે.

Most Popular

To Top