Vadodara

વડોદરા:જૂના બાપોદ જકાતનાકા સ્થિત હિરાબાનગર ખાતે 25મા વર્ષે રામદેવ પીરની નેજા યાત્રા યોજાઇ

આવતીકાલે વાઘોડિયા ચોકડી રામાપીર મંદિર થી વૈકુંઠ ચારરસ્તા સુધી રામાપીરનો વરઘોડો નીકળશે જેમાં રાજકીય તથા ભરવાડ અને રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે

આજે ભાદરવા સુદ નવમી છે સાથે જ રામાપીરના નવરાત્રી સમાપ્તિ સાથે રણુંજાના રામદેવ પીર ના નેજા ચઢાવવામાં આવે છે ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયારોડ સ્થિત જૂના બાપોદ જકાતનાકા ખાતે આવેલા હિરાબાનગર સોસાયટી ખાતે ભરવાડ સમાજ તથા રબારી સમાજ દ્વારા છેલ્લા 25 વર્ષોથી રામાપીરના નવરાત્રી બાદ આઠમના રોજ ગંગાનાથ બાપુના ત્યાંથી નેજા લાવવામાં આવે છે અને આઠમની રાત્રે ભજન કિર્તન કરવામાં આવે છે તે જ પરંપરા મુજબ ભરવાડ સમાજ તથા રબારી સમાજના આગેવાનો ભોજાભાઈ ધુળાભાઇ ભરવાડ, વિક્રમભાઇ ધુળાભાઇ ભરવાડ તથા કરસનભાઇ સવાભાઇ રબારીની આગેવાનીમાં શહેરના હિરાબાનગર થી વાઘોડિયા ચોકડી પાસે આવેલા રામદેવ પીરના મંદિર સુધી નેજા યાત્રા વાજતેગાજતે ભક્તિસભર વાતાવરણમાં નિકળી હતી અને વાઘોડિયા ચોકડી પાસે આવેલા ગંગાનાથ બાપુ દ્વારા સ્થાપિત રામદેવ પીરના મંદિર ખાતે નેજા ચઢાવવામાં આવી હતી.આવતીકાલે મંગળવારે રામદેવ પીરનો વરઘોડો નીકળશે જે વાઘોડિયા ચોકડી થી વૈકુંઠ ચારરસ્તા સુધી આ વરઘોડામાં ગંગાનાથ બાપુ, સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો સ્થાનિક કાઉન્સિલરો સહિત મોટી સંખ્યામાં ભરવાડ સમાજ, રબારી સમાજ સહિતના શ્રધ્ધાળુઓ ઉપસ્થિત રહેશે.

ભોજાભાઈ ધુળાભાઇ ભરવાડ -આગેવાન,ભરવાડ સમાજ, વડોદરા

વિક્રમભાઇ ધુળાભાઇ ભરવાડ -આગેવાન,ભરવાડ સમાજ, વડોદરા

Most Popular

To Top