Warning: file_put_contents(): Only -1 of 1338 bytes written, possibly out of free disk space in /home/gujaratmitraco/public_html/wp-content/plugins/wp-optimize/minify/class-wp-optimize-minify-cache-functions.php on line 412

Business

નોકરી ન મળતા વીસ વર્ષીય યુવતીનો આપઘાતનો પ્રયાસ

પરિવારજનોને જાણ થતા તાત્કાલિક સારવાર હેઠળ સયાજી હોસ્પીટલમાં ખસેડવામાં આવી

વડોદરા, તા. ૧૦

સયાજીગંજ વિસ્તારમાં રહેતી યુવતીને નોકરી ન મળતા આખરે કંટાળી જઈને તેણે ફીનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.જોકે પરિવારજનોને આ બાબતની જાણ થતા તાત્કાલિક સારવાર હેઠળ સયાજી હોસ્પીટલમાં લઇ આવતા યુવતીનો જીવ બચી ગયો હતો.

મ.સ. યુનિ.ના સ્ટાફ ક્વાર્ટરમાં રહેતી વીસ વર્ષીય કવિતા (નામ બદલેલ છે.) પોતાના માતા – પિતા સાથે રહેતી હતી. પિતા સિક્યોરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હોવાથી ઘરની પરિસ્થિતિ સારી ન હતી. જેથી યુવતી નોકરી કરીને પોતાના પરિવારજનોને મદદ કરવાની આશાએ છેલ્લા કેટલાક દિવસોથી તે નોકરીની શોધમાં હતી. પરંતુ કોઈ જ પ્રકારની નોકરી ન મળતા આખરે તે હતાશામાં આવી જઈને જીવ ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેને પરિવારજનોની ગેરહાજરીમાં ફીનાઈલ ગટગટાવ્યુ હતું પરંતુ સમયસર પરિવારજનો ઘરે આવી જતા યુવતીને અસ્વસ્થ હાલતમાં જોઈ હતી જેથી તેને ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી તાત્કાલિક સારવાર હેઠળ સયાજી હોસ્પીટલમાં લઇ આવવામાં આવ્યા હતા જ્યાં તાત્કાલિક સારવાર મળી જતા યુવતીનો જીવ બચ્યો હતો. જીવ બચી જતા પરિવારજનોમાં પણ હાશકારો જોવા મળ્યો હતો જોકે તેને યુવતીએ આપઘાતનો પ્રયાસ કરતા તેના વિરુદ્ધ સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોધવામાં આવી હતી.   

Most Popular

To Top