ન.પ્રા.શિ.સમિતિની શાળાના શિક્ષકોએ હક્કની લડાઈમાં મતદાન કર્યું :
ફરજ પર હાજર રહ્યા પણ કામગીરીનો બહિષ્કાર કર્યો :
( પ્રતિનિધિ ) વડોદરા તા.6
જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિતના પ્રશ્ને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાના તમામ શિક્ષકોએ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ પ્રેરિત મહામતદાનમાં હકની લડાઈમાં મતદાન કર્યું હતું. મતદાન ઝોન એક બે અને ત્રણ ખાતે મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શિક્ષકોએ હાજર રહી મતદાન કર્યું હતું.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંગના પીનાકીન પટેલે જણાવ્યું હતું કે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંગ અને સંયુક્ત મોરચા દ્વારા આજે મહા મતદાનનો કાર્યક્રમ આપ્યો હતો. સમગ્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આજના દિવસે પેનડાઉન અને ચોકડાઉનના કાર્યક્રમની સાથે સાથે મહા મતદાન પણ કર્યું છે. એક જ કારણ છે કે સરકાર જોડે અગાઉ ઘણી બધી મિટિંગો થઈ પણ એ મિટિંગોના અંતે અમને બાંહેધરી આપવામાં આવી. જૂની પેન્શન યોજના તો એ અમારો પ્રાણ પ્રશ્ન છે જેનો આજ દિન સુધી કોઈ નિવેડો આવ્યો નથી. તો આ ઓલ્ડ પેન્શન યોજના સહિત 11 થી 12 પ્રશ્નો પણ અમારા એવા સળગતા છે કે સાતમા પગાર પંચ તરીકેના નાણાં અમને મળ્યા નથી. તો આ બધા પ્રશ્નોના કારણે અમે મહામતદાન કરી સરકારને સંદેશો આપ્યો છે કે સરકાર હવે જાગે અને જો આ 19 તારીખ પહેલા આ પ્રશ્નોનો નિવેડો નહીં આવે તો 9મી તારીખે મહાપંચાયત ગાંધીનગર મુકામે બોલાવેલી છે. અને આ મહા પંચાયતની અંદર સમગ્ર ગુજરાતમાંથી પાંચ લાખ જેટલા કર્મચારીઓ ત્યાં જઈ દેખાવ કરવાના છે. જૂની પેન્શન સ્કીમ એ એક અમારો પ્રાણ સમો પ્રશ્ન છે. કારણ કે આજના જમાના ની અંદર ન્યુ પેન્શન યોજના છે એમાં 3,500 થી 3,000 જેટલું પેન્શન બંધાય છે અને આજની મોંઘવારી રીતે જોવા જઈએ તો 3500 રૂ. માં તેલ નો ડબ્બો પણ નથી આવતો.
કુબેર ભુવન ખાતે સરકારી વિભાગના કર્મચારીઓ દ્વારા વિરોધ :
અમારી પડતર જૂની બે માંગણીઓ છે. ગુજરાત સરકારના રાજ્યના કર્મચારીઓના પ્રશ્નો કે જૂની પેન્શન યોજના ચાલુ કરો અને ફિક્સ પે પ્રથા નાબૂદ કરો. જેના માટે તમામ સંગઠનોના અને તમામ કર્મચારીઓ ઓફિસમાં હાજર છે. પણ કામગીરી થી અળગા રહ્યા છે. અમારી માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા પ્રયત્ન કર્યા છે. આજના દિવસ માં સરકાર જો અમારા કર્મચારીઓ મંડળના આગેવાનોને હોદ્દેદારોને બોલાવશે અને શું નિરાકરણ લાવે અથવા તો જે પણ થશે અમે બધા ભેગા થઈને આગામી રણનીતિ નક્કી કરીને બીજા કાર્યક્રમો આપીશું. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચો એનએમ ઓપીએસ સ્કીમ દ્વારા પેનડાઊનનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્યમાં તમામ સરકારી કર્મચારીઓ આજે પોતાની કામગીરીથી અળગા રહ્યા છે. ઓફિસમાં આવ્યા છે. પરંતુ સરકારની જે કોઈ પણ કામગીરી છે. જે કામગીરીનો અમે બહિષ્કાર કર્યો છે : ગોપાલ પંડ્યા, મહામંત્રી, ગુજરાત રાજ્ય કર્મચારી મંડળ
9 મી માર્ચે 5 લાખ થી વધુ કર્મચારીઓ ગાંધીનગર મહાપંચાયતમાં જોડાઈ દેખાવો કરશે :
સહિત વિવિધ સરકારી કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી આંદોલન ચલાવી રહ્યા છે. સરકારને ચોથી માર્ચ સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું જો કે તેમ છતાંય ફિક્સ પગાર નીતિ અને જૂની પેન્શન યોજનાનું અમલીકરણ સહિતના પ્રશ્નો મુદ્દે નિરાકરણ નહીં આવતા ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચા દ્વારા આપવામાં આવેલા કાર્યક્રમોને તમામ સરકારી કર્મચારીઓએ સમર્થન આપ્યું હતું. કર્મચારીઓ દ્વારા પેનડાઉન, ચોકડાઉન અને ઓનલાઈન કામગીરીનું શટડાઉન કરી સરકાર સમક્ષ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.તમામ કર્મચારીઓ ફરજ ઉપર હાજર રહ્યા હતા.પરંતુ કામગીરીથી કર્મચારીઓ અળગા રહ્યા હતા.આ ઉપરાંત આગામી 9 મી માર્ચે ગાંધીનગર ખાતે મહાપંચાયતમાં 5 લાખ ઉપરાંત કર્મચારીઓ હાજર રહી દેખાવો કરશે.