Business

નડિયાદમાં પોલીસે જ છાવરેલા બે બુટલેગર બાખડ્યાં

નડિયાદ, તા.27
નડિયાદ પશ્ચિમ વિસ્તારના 2 કુખ્યાત બુટલેગરો વચ્ચે યુવતીને ભગાડી જવાના વહેમમાં તલવારોનું પ્રદર્શન થયુ હતુ અને ગાડીઓ લઈ એકબીજાની ઉપર ચઢાવી દેવા માટે બેફામ હંકારતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. આ સમગ્ર મામલે બંને પક્ષોએ સામસામે ક્રોસ ફરીયાદ નોંધાવી છે. જો કે, તેમના આ ફિલ્મી અંદાજની લડાઈમાં શહેરમાં એક બાઈક ચાલક અને રાહદારી અડફેટે આવી પટકાયા હોવાની પણ માહિતી મળી છે. જો કે, આ સમગ્ર બાબતે બંને પક્ષે સામસામે મારામારીની ફરીયાદ નોંધાવી છે. આ બનાવથી સમગ્ર પશ્ચિમ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હોવા છતાં પોલીસ હજુ બન્ને જુથને છાવરી રહી હોવાનો સૂર ઉઠ્યો છે.
નડિયાદમાં પોલીસ અને કાયદાનો જાણે ડર જ ન હોય, તે રીતે ફિલ્મી અંદાજમાં પશ્ચિમ વિસ્તારના બે બુટલેગર પરીવારો સામે સામે આવી ગયા હતા. જેમાં બુટલેગર ઈકબાલ ઉર્ફે મુન્નો પઠાણ અને સામે માસુમ મહીડાના પરીવાર વચ્ચે આ બિના બની છે. બંને પક્ષે આ મામલે સામસામે ફરીયાદ નોંધાવી છે, જેમાં એકતરફ બુટલેગર ઈકબાલનો ભત્રીજો સોહીલ ચપ્પુ લઈ નીકળ્યો હોય અને બીજીતરફ માસુમ મહીડાનો ભત્રીજો સાહીલ તલવાર લઈ નીકળ્યો હોય તેવા દ્રશ્યોનો ઉલ્લેખ કર્યો છે. તો વળી, માસુમ મહીડાનો ભાઈ અજીત મહીડા પોલીસમાં જવાબ લખાવવા વહેલી સવારે નીકળ્યો હતો, તે વખતે આ ઈકબાલ ઉર્ફે મુન્ના અને તેના ભત્રીજા સોહીલે ક્રેટા ગાડી તેમની પાછળ દોડાવી ઉપર ચઢાવી દેવા પ્રયાસ કર્યો હોવાનું પણ જણાવ્યુ છે. આ સમગ્ર ઘટનામાં શહેરમાં એક બાઈકચાલક અને રાહદારી અડફેટે આવતા પટકાયા હોવાની પણ વિગતો સાંપડી છે. આ આખી બિનામાં પોલીસની જાણે બુટલેગરો પર ધાક જ ન રહીં હોય, તેમ તલવારો અને ચપ્પા લઈ પ્રદર્શન કરાયુ છે. તો સાથે જ ફિલ્મી અંદાજમાં કાર પર બીજી કાર ચઢાવવા પ્રયાસ થયો છે. પોલીસ આ સમગ્ર મામલે માત્ર મારામારીની સામાન્ય ફરીયાદ નોંધી બેફામ બનેલા બુટલેગરો સામે પાંગળી સાબિત થઈ રહી હોય તેમ લાગી રહ્યુ છે.
એક ફરીયાદમાં અજીત મહીડાએ જણાવ્યુ છે કે, ઈકબાલ અને તેના ભત્રીજાએ તેમને અને

Most Popular

To Top