SURAT

દિવાળીમાં રિટેલ સેક્ટરમાં જોવા મળેલી તેજી લગ્નસરામાં પણ ચાલુ રહેશે

સુરત:દિવાળી વેકેશન (Diwali Vacation) પછી ધીમી ગતિએ વિવિંગ, સ્પીનિંગ, પ્રોસેસિંગ,એમ્બ્રોઇડરી એકમો શરૂ થયા છે.માર્કેટના જાણકારોના જણાવ્યા મુજબ ઇ-કોમર્સ કંપનીઓને (E-commerce company) ટક્કર આપવા રિટેલર અને હોલસેલર દ્વારા પણ ઓનલાઇન પોર્ટલનો ઉપયોગ કરવા સાથે હોમ ડિલિવરી માટે લોકલ કુરિયર સેવાનો ઉપયોગ કરવામાં આવતાં દિવાળીમાં રિટેલ સેક્ટરમાં જોવા મળેલી તેજી લગ્નસરાની સિઝનમાં પણ ચાલુ રહેશે. રિટેલર અને હોલસેલરને મળી રહેલા ઓર્ડરને પગલે ટ્રેડર્સ – વિવર્સની બગડેલી દિવાળી સુધરશે અને લગ્નસરા અને નાતાલની સિઝનમાં તેજી જોવા મળશે એવો મત વિવર્સ અગ્રણી વિમલ બેકાવાલાએ વ્યક્ત કર્યો છે.તેમણે કહ્યું હતું કે, 2022 ની દિવાળીની સિઝનમાં રિટેલ કાઉન્ટર પર ખૂબ સારી ઘરાકી રહી હતી.

આ વખતે રિટેલ કાઉન્ટર પર એટલે B2C પર ખૂબ જ સારી ઘરાકી રહી છે
જે ઓનલાઈન સેલિંગ કરતા હતા તેમનું કહેવું એવું છે કે આગળના વર્ષોમાં અમારે દિવાળીની શરૂઆતમાં એટલે કે અગિયારસથી નૂતન વર્ષ સુધી ડીસ્પેચ ઓછું થઈ જતું હતું પણ આ વર્ષે 2022 દિવાળીની શરૂઆતથી એટલે અગિયારસથી નૂતન વર્ષ (બેસતું વર્ષ)થી ડીસ્પેચ વધવા લાગ્યું અને વધ્યું તો એવું વધ્યું કે ઓવર ટાઈમ પણ કરવો પડ્યો છે. આ વખતે રિટેલ કાઉન્ટર પર એટલે B2C પર ખૂબ જ સારી ઘરાકી રહી છે.રિટેલ કાઉન્ટરનો સ્ટોક ઝીરો થઈ ગયો હતો. એટલે એની ઇફેક્ટ આગામી 10 થી 15 દિવસમાં હોલસેલ કાઉન્ટર અને સુરતની કપડાં માર્કેટનાં ટ્રેડર્સ પાસે રિટેલ કાઉન્ટરની ઘરાકી જોવા મળશે.એને લીધે વિવર્સને પણ ફાયદો થશે. વર્ષ 2022-23માં લગ્નના શુભ પ્રસંગની સંખ્યા પણ ખૂબ વધારે છે એટલે રિટેલ કાઉન્ટર હોલસેલ કાઉન્ટર અને ટ્રેડર્સ ને વિવર્સ પાસે આખું વર્ષ ઘરાકી રહેશે એવું જણાઈ રહ્યું છે.દિવાળી પછી પ્રસિદ્ધ થયેલા ICRA ના અહેવાલ મુજબ FY-2023 ના Q2 માં ભારતિય વસ્ત્રોની નિકાસ માટે સારી વૃદ્ધિની અપેક્ષા જણાઈ રહી છે.

Most Popular

To Top