વડોદરા : વડોદારા મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ગણેશોત્સવનાં તહેવાર દરમિયાન શહેરની જનતાનાં આરોગ્યને ધ્યાનમાં રાખી શહેરનાં ચારે ઝોનના જુદા – જુદા વિસ્તારોમાં મિઠાઇ તેમજ ફરસાણનું વિગેરેનું વેચાણ કરતા મિઠાઇ – ફરસાણની દુકાનો વિગેરેમાં સઘન ઇન્સ્પેકશનની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન મળી આવેલ સબ સ્ટાન્ડર્ડ, મિસ બ્રાન્ડેડ અને અનસેફ ખાદ્ય પદાર્થોના વિક્રેતાની સામે નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકાનાં મ્યુનિસિપલ કમિશ્નરની સુચનાં મુજબ ડેઝીગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અધિકારી દ્વારા ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો ની જુદી – જુદી ટીમો બનાવી ખંડેરાવ માર્કેટ , કારેલીબાગ , દાંડીયાબજાર , માંજલપુર , મકરપુરા , તરસાલી , ચોખંડી , એસ.ટી.ડેપો , મુજમહુડા , અટલાદરા , ઓ.પી.રોડ , દિવાળીપુરા , ઉમા ચાર રસ્તા , સુભાનપુરા , વારસીયા , માંડવી , ચાંપાનેર દરવાજા , આવા રોડ , હરણી રોડ , વાઘોડીયા – ડભોઇ રીંગ રોડ વિગેરે વિસ્તારોમાં આવેલ મિઠાઇ – ફરસાણની દુકાનોમાં ઇન્સ્પેકશનની કાર્યવાહી કરાઇ હતી.
આ દરમિયાન મોદક , મોતિચુરનાં લાડુ વિગેરેનાં ૪૦ – નમુના લેવામાં આવ્યા હતા. જે નમુનાઓને પૃથ્થકરણ અર્થે પબ્લીક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા.ઉપરાંત વડોદરા શહેરમાં આવેલ હાથીખાનાં માર્કેટ યાર્ડ ખાતે આવેલ રીટેલ – હોલસેલ દુકાનોમાં અલગ – અલગ જાતની બ્રાનાં તેલનું ચેકીંગ કરવામાં આવેલ . જેમાં અલગ – અલગ બ્રાનાં કુલ ૩૨ નમુના લઈને પબ્લીક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા.ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા ફાળવવામા ફુડ સેફટી ઓન વ્હીલ્સ દ્વારા ગણેશોત્સવ દરમ્યાન વડોદરા શહેરનાં જુદા – જુદા વિસ્તારોમાં આવેલ મિઠાઇ – ફરસાણની દુકાનોમાં ૮૦ જેટલા નમુનાઓ સ્થળ પરજ ચેકીંગ કરવામાં આવેલ હતા.
આમ વડોદરાના નગરજનો ના આરોગ્યની સુખાકારી ધ્યાને રાખી ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ અને રુલ્સ અને રેગ્યુલેશન -૨૦૧૧ અન્વયે સઘન ચેકીંગની કામગીરી તેમજ નમુના લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. તેમજ શિડયુલ -૪ મુજબ સ્વચ્છતા જાળવવા કડક સુચના આપવામાં આવેલ છે. આ દરમિયાન મળી આવેલ મિડ બ્રાન્ડેડ ખાદ્ય પદાર્થો મળી આવતા 2 લાખ સુધીનો દંડ તેમજ સબ સ્ટાન્ડર્ડ વસ્તુઓના વિક્રેતાઓ ને 5 લાખ સુધીનો દંડની જોગવાઇ કરવામાં આવી છે જ્યારે અનસેફ વસ્તુઓના વિક્રેતાઓ કોર્ટમાં કેસ કરીને સજાની જોગવાઈ કરવામાં આવી છે.