Vadodara

જીએસએફસી પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત, 1 ડ્રાયવરને ગંભીર ઇજા

વડોદરા નજીક નેશનલ હાઇવે 48 પર એક ટ્રકે બીજીને પાછળથી ટક્કર મારી

વડોદરા: નેશનલ હાઇવે 48 પર બરબપોરે પાછળથી આવેલી ટ્રકે આગળની ટ્રક ને જોરદાર ટક્કર મારતા નુકસાન થયું હતું. જ્યારે આ અકસ્માત માં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં તુરંત સારવાર અર્થે ખસેડાઇ હતી.

નેશનલ હાઇવે 48 પર આજે બપોરનાં સમયે અચાનક ધડાકાનો મોટો અવાજ આવતા આસપાસ ના લોકો માં ભય ફેલાઈગયો હતો અને અફરાતફરી નો માહોલ જોવા મળ્યો હતો . એક ટ્રકની પાછળ બીજી પૂરપાટ ઝડપથી આવતી ટ્રક ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. જેના લીધે ખૂબ મોટો અવાજ આવ્યો હતો. આ અકસ્માતના કારણે ટ્રાફિક જામના દ્શ્યો સર્જાયા હતા . આ અકસ્માતમાં પાછળથી આવતી ટ્રક ના ડ્રાઈવરે ટક્કર મારી હતી. ડ્રાઈવરને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે નજદીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
ઘટના સ્થળે પોલીસે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top