Vadodara

જમ્મુ કાશ્મીર બેંકમાંથી લુંટ કરનારને મંજુસર પોલીસે ઝડપી પાડ્યો

લામડાપુરાની કંપનીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો

વડોદરા: સાવલી તાલુકાના લામડાંપુરા રોડ પર આવેલી કંપનીમાંથી જમ્મુ કાશ્મીર પોલીસ અને મંજુસર પોલીસે સંયુકત ઓપરેશનમાં જમ્મુની જમ્મુ એન્ડ કાશ્મીર સુરણ કોટ ગામની બેંક લૂંટનો દોઢ વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો હતો.
સાવલી લામડાપુરા રોડ પર આવેલી ગુજરાત વિક્ટરી ફોર્જીંગ પ્રાઇવેટ લિમિટેડ યુનિટ ટુ માંથી સિક્યુરિટી તરીકે ફરજ બજાવનાર દાનિશ સગીર શાહ નામના આરોપીને ઝડપી પાડ્યો હતો.

જમ્મુ કાશ્મીરના સુરણકોટ શહેરમાં જમ્મુ એન્ડ કાશ્મીર બેંકમાં દોઢ વર્ષ અગાઉ બેંક રોબરી કરીને આરોપી ફરાર થઈ ગયો હતો.
લામડાપુરા ખાતે ટાઈગર સિક્યુરિટી ફોર્સમાં છેલ્લા છ માસથી લામડાપુરા ખાતે નોકરી કરતો હતો.

જમ્મુ કાશ્મીર પોલીસે મોબાઈલ લોકેશન ના આધારે ટ્રેસ કરીને મંજુસર પોલીસ સ્ટેશન સંપર્ક કરીને મંજુસર પોલીસ જવાનો અને કાશ્મીર પોલીસ સહિત સંયુક્ત ઓપરેશનમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. મંજુસર પોલીસ મથકે જરૂરી કાગળ પર કાર્યવાહી કરી જમ્મુ પોલીસ આરોપીને લઈને રવાના થઈ હતી.

Most Popular

To Top