What’s Hot

More Posts

   The Latest

Most Popular

દુર્ગાપુરઃ (Durgapur) પશ્ચિમ બંગાળના (West Bengal) મુખ્યમંત્રી મમતા બેનર્જીને (CM Mamta Banerjee) ફરી એકવાર પગમાં ઈજા થઈ છે. મમતા બેનર્જી આજે દુર્ગાપુરના ગાંધી મોર ખાતે હેલિકોપ્ટરમાં (Helicopter) ચડતી વખતે લપસીને પડી ગયા હતા. આ દરમિયાન તેના પગમાં ઈજા થઈ હતી જોકે આ ઈજા ગંભીર નથી. તે આસનસોલમાં જનસભાને સંબોધવા જઈ રહ્યા હતા. તે દરમિયાન આ ઘટના બની હતી. જોકે મમતાએ આગળનો પ્રવાસ ચાલુ રાખ્યો હતો.

લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનના બીજા દિવસે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ફરી એકવાર ઘાયલ થયા છે. દુર્ગાપુરમાં હેલિકોપ્ટરમાં ચડતી વખતે તેમનો પગ લપસી ગયો હતો. હાલ તેમને આસનસોલ લઈ જવામાં આવ્યા છે. આ ઘટના સાથે જોડાયેલા એક વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે હેલિકોપ્ટરમાં ચડતી વખતે તેમનો પગ લપસી ગયો અને તે પડી ગયા હતા. ત્યાં હાજર સુરક્ષાકર્મીઓ તેમને મદદ કરવા દોડ્યા હતા. પડી જવાથી મમતાને સામાન્ય ઈજા થઈ છે.

આ પહેલીવાર નથી જ્યારે મમતા ઘાયલ થયા છે. આ પહેલા પણ ઘણી વખત તેઓ ઘાયલ થઈ ચુક્યા છે. તાજેતરમાં જ મમતાને તેમના ઘરે ઈજા થઈ હતી. કેમ્પસમાં ચાલતી વખતે તે પડી ગયા હતા, જેના કારણે માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેમને તાત્કાલિક સારવાર માટે SSKM હોસ્પિટલમાં લઈ જવામાં આવ્ય હતા જ્યાં તેમને ટાંકા પણ આપવામાં આવ્યા હતા. આ પહેલા 2021માં ચૂંટણી પ્રચાર દરમિયાન તેમને નંદીગ્રામમાં કેટલાક લોકોએ ધક્કો માર્યો હતો જેના કારણે તેમને પગમાં ઈજા થઈ હતી. તેમણે રેયાપરામાં મંદિરની બહાર બનેલી આ ઘટનાને કાવતરાના ભાગરૂપે ગણાવી હતી.

મમતા બેનર્જીએ લોકસભા ચૂંટણી પ્રચારના સંબંધમાં દુર્ગાપુરથી આસનસોલ જવા રવાના થવાનું હતું. તેમણે આ યાત્રા હેલિકોપ્ટર દ્વારા કરવાની હતી. સીડીઓ ચડીને જેવા તે હેલિકોપ્ટરમાં પ્રવેશ્યા કે અચાનક તેમનો પગ લપસી ગયો અને તે હેલિકોપ્ટરની અંદર પડી ગયા. આ ઘટના સમયે સુરક્ષા કર્મચારીઓ સહિત તેમનો અંગત સ્ટાફ ત્યાં હાજર હતો. કહેવાય છે કે તેમને પગમાં સામાન્ય ઈજા થઈ છે. મમતાએ આસનસોલ જવાનો કાર્યક્રમ મુલતવી રાખવાનું યોગ્ય ન માન્યું અને તેમણે આગળની યાત્રા ચાલુ રાખી.

To Top