ઝઘડિયા: ઝઘડિયા તાલુકાના એક ગામની સગીરાને (Minor) એક યુવક લગ્નની લાલચ આપીને ભગાડી જતાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ઝઘડિયા (Zagadiya) તાલુકામાં એક ગામમાં સગીરા પોતાના પરિવાર સાથે રહેતી હતી. ગત ૯મીના રોજ સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં આ સગીરા ઘરેથી શૌચ કરવાની કહીને ઘરે ગઈ હતી. લાંબા સમય સુધી સગીરા પરત ન આવતાં અંધારું થતાં પરત ઘરે ન આવતાં તેણીના પિતા શોધખોળ આદરી હતી. છતાં કોઈ પત્તો મળ્યો ન હતો.દાહોદનો રહીશ અને હાલમાં ઝઘડિયા તાલુકામાં રહેતી સગીરાના ઘરે યુવક દીપુભાઈ જાલાભાઈ બારિયા અવારનવાર આવતો હતો. બંને જણા મોબાઈલ પર અવારનવાર વાતો કરતા હતા. સગીરાના પિતાએ યુવકના ઘરે તપાસતાં તે પણ ન હતો. આ યુવક દીપુ બારિયા સગીરાને પટાવી ફોસલાવી લગ્નની લાલચે ભગાડી ગયો હોવાની શંકા હોવાથી ઝઘડિયા પોલીસમાં (Police) સગીરાની માતાએ યુવક વિરુદ્ધ ફરિયાદ આપતાં ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીને જેલના સળિયા પાછળ ધકેલ્યો
અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં નોંધાયેલા દારૂના ગુનામાં વોન્ટેડ આરોપીને ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે. પોલીસે તેની સામે સીઆરપીસી કલમ મુજબની કાર્યવાહી કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આરોપી 6 મહિનાથી દારૂના ગુનામાં નાસતો ફરતો હતો
ભરૂચ જિલ્લામાં ચૂંટણીના માહોલ વચ્ચે એસપી ડો.લીના પાટીલની સૂચનાઓથી જિલ્લા પોલીસ પણ એક્શનમાં આવીને હિસ્ટ્રીશીટરો અને ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓને ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલી રહી છે. ત્યારે ભરૂચ LCBની ટીમ પીઆઇ ઉત્સવ બરોટના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ. એમ.રાઠોડ અને ટીમ અંક્લેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન મળેલી બાતમીના આધારે, અંક્લેશ્વર શહેર પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુનાના સી.આર.પી.સી કલમ 70 મુજબના વોરંટનો આરોપી અતુલ કમલેશ વસાવા છેલ્લા 6 મહીનાથી પોલીસ ધરપકડથી નાસતો ફરે છે.
આરોપીને તપાસ અર્થે શહેર બી ડિવિઝનમાં સોંપ્યો
LCBની ટીમને મળેલી બાતમી હકીકત આધારે તેઓએ પઠાર ગામના બસ સ્ટેન્ડથી આરોપીને પકડી પાડયો હતો. પોલીસે તેના વિરુધ્ધ સી.આર.પી.સી.ની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે અંક્લેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.