ભારત વર્તમાન સમયમાં યુવાનોનો દેશ છે. છેલ્લા એક દશકમાં દેશના યુવાનો લગભગ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી દેશનું ગૌરવ વધારી રહ્યાં છે. સ્ટાર્ટઅપ હોય કે સ્પોર્ટ યુવાનો પોતાની મહેનત અને લગનથી આગળ વધી રહ્યાં છે.ખાસ કરીને સ્પોર્ટમાં ખૂબ જ સારી રીતે દેશ અને દુનિયામાં ખ્યાતિ પ્રાપ્ત કરી રહ્યાં છે.આ માટે સરકારને પણ અભિનંદન આપવા ઘટે, કારણ કે જે ઝડપથી સ્પોર્ટ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવામાં આવી રહ્યું છે અને જે રીતે યોગ્ય આયોજનપૂર્વક સ્પોર્ટને પ્રમોટ કરવામાં આવી રહ્યું છે તેના કારણે આ ક્રાંતિ જોઈ શકાય છે.આજે સ્પોર્ટ એક ઉત્તમ કારકિર્દીના વિકલ્પ સ્વરૂપ ઉભરી રહ્યું છે. દેશ અને દુનિયામાં થતાં વિવિધ સ્પોર્ટ ટુર્નામેન્ટમાં ભારતના યુવા ખેલાડીઓનું પ્રદર્શન જ એ દર્શાવે છે કે આપણે આ ક્ષેત્રમાં ઉત્તમ કામગીરી કરી રહ્યાં છીએ. ઓલિમ્પિક હોય કે ક્રિકેટ તમામ રમતોમાં અદ્ભુત પરિણામો પ્રાપ્ત થઈ રહ્યાં છે. સૌ યુવા ખેલાડીઓને દેશનું ગૌરવ વધારવા બદલ અભિનંદન.
સુરત – કિશોર પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સ્વચ્છતાનો સેતુ
સુરત શહેરે સ્વચ્છતા અભિયાનમાં દેશભરના શહેરોમાંથી બીજો ક્રમ પ્રાપ્ત કર્યો એ સુરત શહેરના કોર્પોરેશનના શાસકો અધિકારીગણ તથા સમગ્ર સ્ટાફને આભારી છે. આ નિત્ય ક્રમ જાળવવાનો અને શહેરના માત્ર રોડ નહીં પણગલીઓને પણ સ્વચ્છ અને સુઘડ રાખવામાં આપણે સૌએ કટિબધ્ધ થવું રહ્યું. આપણા ઘરના રૂમ્સો, ટોયલેટ બ્લોકસ વિ.ને સ્વચ્છ અને સુઘડ રાખીએ જેથી કુટુંબના સભ્યોની સ્વાસ્થ્યની રક્ષા થાય અને માંદગી વિના તંદરુસ્ત જીવી શકાય.
બીજુ આપણી રહેણાંક સોસાયટીમાં સભ્યોને પણ સોસાયટી સ્વચ્છ અને મનપ્રિય જાળવવા, માહિતગાર કરી પ્રોત્સાહન આપીએ. આ અંગે સુરત મ્યુનિસપલ કોર્પોરેશનની સોસાયટીમાન સ્વચ્છતા અંગે હરિફાઇનું પણ આયોજન કરી શકાય. આમ પણ નવરાત્રી દિવાળી પર્વ નજીકના દિવસોમાં જ છે. સ્વચ્છ ઘર ઓફીસ દુકાન વ્યકિતમાં હકારાત્મક વિચારોનું સિંચન કરતા હોય છે. ગ્રાહકે મહેમાનને બીજી વખત આવવા પ્રેરણારૂપ બનતું હોય છે. બસ દિવાળી આવે છે એટલે ઘર સ્વચ્છ કરી દો. આ સારી વાત છે. પણ જો શકય હોય તો 15 દિવસ એક વાર પણ સફાઇ કરતા રહેવી જોઇએ. સ્વચ્છતામાં જ પ્રભુતા.
સુરત -દિપક બી. દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.