National

આ શું થઈ રહ્યું છે, હવે બેડમિન્ટન રમતી વખતે યુવકને આવ્યો હાર્ટ એટેક, વીડિયો આવ્યો સામે

હૈદરાબાદ: કોરોના મહામારી બાદ હાર્ટ એટેકના (Heart attack) કારણે મૃત્યુ (Death) પામનારાઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. નાની વયના કેટલાક યુવાનો પણ આ લીસ્ટમાં સામેલ છે. ક્યારે લગ્નમાં નાચતી વખતે તો ક્યારેક ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમતી વખતે અચાનક મોતને ભેટી પડ્યા હોય તેવા વીડિયો (Video) સામે આવી રહ્યા છે. ત્યારે ફરી એક વાર હૈદરાબાદમાં (Hyderabad) બેડમિન્ટન (Badminton) રમતી વખતે અચાનક જ એક યુવકનું મોત નિપજ્યું છે.

હૈદરાબાદના સિકંદરાબાદના લાલપેટમાં બેડમિન્ટન રમતા એક વ્યક્તિનું અચાનક હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં 38 વર્ષીય શ્યામ યાદવ બેડમિન્ટન કોર્ટ પર જોવા મળે છે. પરિવારજનોએ જણાવ્યું કે, શ્યામ ઓફિસથી પરત આવ્યા બાદ દરરોજ બેડમિન્ટન રમવા જતો હતો. આ ઘટના મંગળવારે સાંજે બની હતી. જ્યારે તે રોજની જેમ તેના મિત્રો સાથે બેડમિન્ટન રમી રહ્યો હતો, અને કોઈ કઈ સમજે તે પહેલા જ તેનું મોત થયું હતું.

તબીબોએ તેને મૃત જાહેર કર્યો
મળતી માહિતી મુજબ, બેડમિન્ટન રમતા શ્યામને મંગળવારે સાંજે લગભગ 7.30 વાગે હાર્ટ એટેક આવ્યો અને તે બેભાન થઈ ગયો. આ પછી તેના સાથીઓ તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. અહીં તબીબોએ શ્યામને મૃત જાહેર કર્યો હતો. બનાવને પગલે પરિવારમાં શોકનો માહોલ છે. તે જ સમયે, જે લોકો માટે તે રમતો હતો તે લોકો આશ્ચર્યચકિત છે. તે કહે છે કે શ્યામ એકદમ ફિટ હતો. અમે રોજની જેમ જ બેડમિન્ટન રમતા હતા. ત્યારે અચાનક જ આ ઘટના બની હતી. આ પહેલા પણ થોડા દિવસો અગાઉ વરરાજાને હલ્દી લગાવતા એક માણસનું મોત નિપજ્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

વરરાજાને હલ્દી લગાડતી વખતે જ આવ્યો હાર્ટ એટેક
થોડા દિવસો પહોલા જ હૈદરાબાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. અહીં એક ઘરમાં લગ્નની ઉજવણી ચાલી રહી હતી. ઘરમાં સંગીત ચાલતું હતું. વરરાજા આંગણામાં બેઠો હતો. હલ્દી વિધિ ચાલી રહી હતી. ચારેય તરફ ખુશીનો માહોલ હતો. હલ્દીની રસમ માટે સામેથી કોઈ સંબંધી ઉભા થાય છે. વ્યક્તિ વરરાજાને હલ્દી લગાવવા માટે ઉભા થાય છે અને વરરાજોનો પેન્ટને રોલ કરે છે. જ્યારે હલ્દી લગાવવા માટે હાથ લાંબો કરે છે અને સારુ ન લાગવાના કારણે એ થોડીવાર બેસે છે ધીમે ધીમે આંખો બંધ થવા લાગે છે અને અચાનક જ જમીન પર ઢળી પડે છે. ઘરના તમામ સભ્યો તેમને હોસ્પિટલ લઈ જાય છે. જ્યાં તે મૃત્યુ પામે છે. ડોક્ટરોનું કહેવું છે કે મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું છે.

ડાન્સ કરતી વખતે આવ્યો હાર્ટ એટેક
નાંદેડનો આવો જ વધુ એક વીડિયો વાયરલ થયો છે. તેલંગાણાથી એક યુવક તેના સંબંધીના લગ્ન માટે આવ્યો હતો. આ યુવક તેલુગુ ગીત પર ડાન્સ કરી રહ્યો હતો. લોકો તેને ખુશીથી વધાવી રહ્યા હતા. લગભગ ત્રીસ સેકન્ડમાં આ યુવક ઉભો રહીને શાંત થઈ ગયો. લોકો તેને ડાન્સ મૂવ માનતા હતા. સંગીત વાગતું રહ્યું અને લગભગ વીસ સેકન્ડ સુધી તે નીચે પડ્યો હતો ત્યાર બાદ લોકોને શંકા ગઈ કે કંઈક ખોટું છે. યુવકને ઉપાડવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ હૃદયરોગના હુમલાએ તેનું મોત થયું હતું.

Most Popular

To Top