લગભગ ત્રીસેકની ઉંમરની મારા મિત્રની પુત્રી મારી પાસે હાલની યુવતિઓની સળગતી સમસ્યા લઈને આવી.આ વાત એની પણ હતી.મને કહે ,અંકલ,મા બાપ મને લગ્ન કરીને ઠરીઠામ થઇ જવા કહે છે. પણ મારે જોબમાં કેરિયર બનાવવી છે. તો તમે શું સલાહ આપો છો? મેં એને અનેક પાસાંઓ અને લાંબી ચર્ચા માગી લે એવા આ સવાલનો જવાબ આપતાં કહ્યું કે હું ભલે વડીલ છું, પણ કોઈને સલાહ આપતો નથી.ઘરમાં પણ નહિ .હા.સૂચન કે માર્ગદર્શન અવશ્ય આપું છું. મારી વાત એ પછી એને ગમશે કે નહિ એની ચિંતા હું નથી કરતો.તો સાંભળ. મા બાપ લગ્ન માટે દબાણ કરે છે, એ તારું બહાનું છે.તારી પણ એ જ ઇચ્છા અંદર ખાને લગ્ન કરવાની છે જ.જો હાલ ,સારાં માગાં કે પસંદ પડે એવા યુવકોને ટાળતી રહીશ તો છેવટે કોઈનો પણ હાથ પાંચ છ વરસ પછી પકડવાનો વારો આવશે.યુવાની, ઉંમર અને આવેગ કોઈને છોડતાં નથી.હાલ કોઇ પણ શિક્ષિત યુવતી ઘરમાં ન બેસી રહેતાં આર્થિક રીતે પગભર થવાનું નકકી કરે છે એમાં કશું ખોટું નથી.હવે કરિયરની વાત. હાલ એકાઉન્ટન્ટ, પછી પાંચેક વરસે આસી. મેનેજર પછી મેનેજર, પણ આ બધું કયાં સુધી? થોડો પગાર વધે પણ સાથે જ જોબમાં જવાબદારી,જોખમ અને માથા પર પ્રેસર વધે છે એ વાત ખાસ યાદ રાખવી. કેટલું જોબમાં આગળ વધવું એ આપણે નકકી કરવાનું હોય છે.કેરિયરને પકડી રાખવામાં લગ્ન અને કુટુંબજીવનની બાદબાકી થઇ જતી હોય તો એવી જોબની ઊંચી પોસ્ટનો શો અર્થ?
સુરત – પ્રભાકર ધોળકિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
દમણના ગ્રીનબેલ્ટને જાણો
બીબીસી ન્યુઝ કે બીનાકા ગીતમાલા જેવા રેડિયો વૈભવનો આજનાં સ્ટાર્ટઅપ વાળાઓને તો અંદાઝ ન હોય. તેમના હાથમાં હર ઘડી રણકતા મોબાઈલનાં હેન્ડસેટ પર એફએમ બેન્ડનાં અનેક કેન્દ્રો ઉપલબ્ધ છે. કૃષિપ્રધાન ગણાતા મોડેલ સ્ટેટ ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી અને વૈજ્ઞાનિક ખેતીની હલચલ છે. દક્ષિણ ગુજરાતનાં ગ્રીન બેલ્ટ બધી રીતે ગ્રીન એવા દમણને આઘેથી પણ માણો અને જાણો એમ ઈચ્છીએ છીએ.
ધરમપુર – ધીરુ મેરાઈ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે