પલસાણા: (Palsana) મહારાષ્ટ્ર (Maharashtra) રહેતા પરિવારની (Family) માતા તેનાં ત્રણ સંતાન સાથે લગ્નની (Marriage) હાજરી આપવા છેક મહારાષ્ટ્રથી સુરત (Surat) શહેરમાં નીલગીરી સર્કલ ખાતે આવી હતી. જે બાદ બીજા દિવસે તાંતીથૈયા ખાતે રહેતાં મહિલાના ભાઈને ત્યાં ગયા હતા. એ વખતે પરિવારની 17 વર્ષીય દીકરીને (Young Girl) તેના સગા કાકા (Uncle) આઈસક્રીમ (Ice cream) ખવડાવવા બહાર લઈ ગયા બાદ પરત નહીં આવતાં શોધખોળ દરમિયાન પણ નહીં મળી આવતાં મહિલાએ પોતાના દિયર વિરુદ્ધ સગીર દીકરીનું અપહરણ (Kidnapping) કર્યું હોવાની ફરિયાદ (Compliant) નોંધાવી હતી.
- ધૂલિયાના ખામખેડા ગામમાં રહેતી મહિલા ત્રણ સંતાનો સાથે 22 જાન્યુઆરીએ સુરતમાં લગ્નમાં હાજરી આપવા આવી હતી
- સસરાને ત્યાં રાત્રિ રોકાણ બાદ પલસાણાના તાંતીથૈયા ભાઈને ત્યાં રોકાવા ગઈ હતી, જ્યાં દેવર આવીને તેની દીકરીને લઈ ગયો હતો
- દેવર શશીકાંત અને દીકરી 3 કલાક બાદ પણ નહીં આવતા મહિલાએ ફોન કર્યો હતો, ત્યારે કહ્યું હમણા આવીએ છીએ અને ફોન બંધ કરી દીધો
- રાત સુધી દિયર અને દીકરી પરત નહીં ફરતા મહિલાએ પલસાણા પોલીસ મથકમાં દીકરીના અપહરણની ફરિયાદ નોંધાવી છે
પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્રના ધુલિયાના શિરપુરના ખામખેડા ગામમાં રહેતા પરિવારની મહિલા તેનાં ત્રણ સંતાન સાથે ગત તા.22 જાન્યુઆરીના રોજ લગ્નના હાજરી આપવા માટે સુરત શહેરના નીલગીરી સર્કલ ખાતે આવી હતી. એ બાદ ત્યાં સસરાને ત્યાં રાત્રિ રોકાણ કરી પલસાણાના તાંતીથૈયા ખાતે મહાદેવ વિલામાં રહેતા તેના ભાઈને ત્યાં ગઈ હતી. અને ત્યાં થોડો સમય રોકાયા હતા. જે વખતે મહિલાનો દેવર શશીકાંત શ્રીરામ પારધી (રહે.,શ્રીરામ સોસાયટી, નીલગીરી સર્કલ, લિંબાયત, સુરત શહેર) આવ્યો હતો અને પરિવાર સાથે વાતચીત બાદ સગા ભાઈની 17 વર્ષીય નાની દીકરી અંજલિ(નામ બદલ્યું છે)ને લઈ ‘ચાલ દીકરા તને આઈસક્રીમ ખવડાવી લાવું’ એમ કહી મોટરસાઇકલ પર ચલથાણ બજારમાં લઈ ગયો હતો.
બે ત્રણ કલાક બાદ પણ તેઓ નહીં આવતાં સગીરાની માતાએ દિયરને ફોન કર્યો તો ‘અમે આવીએ જ છીએ’ એમ કહી ફોન મૂક્યા બાદ ફોન બંધ થઈ ગયો હતો. જે બાદ સાંજ સુધી પણ નહીં આવતાં પરિવારે સુરત તેમજ અન્ય જગ્યાએ શોધખોળ કર્યા બાદ પણ નહીં મળી આવતાં મહિલાએ તેના સગા દિયર શશીકાંત વિરુદ્ધ કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસમથકમાં સગીરાને પોતાના વાલીપણામાંથી અપહરણ કરવા અંગેની ફરિયાદ આપી હતી. આથી પોલીસે મહિલાની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.