Madhya Gujarat

નસવાડીમાં ઉભરાતી ગટરના દૂષિતપાણીથી રહીશો હેરાન પરેશાન

નસવાડી, તા.૩
નસવાડીમાં શિવનગર વિસ્તારમાં ગટર ઉભરાતા રાહદારીઓ ગટરના દૂષિત પાણી થી હેરાન પરેશાન રોડ ઉપર ગટરનું ગંદુ પાણી વહી રહ્યું છે નજીકમાં શિવ મંદિર આવેલું છે મંદિરમાં દર્શન કરવા જતાં શ્રદ્ધાળુઓને ગટરના દૂષિત પાણી માંથી પસાર થવું પડે છે જયારે શિવનગર નાં રહેવાસીઓએ ભૂગર્ભ ગટર લાઇનની સફાઈ માટે ગ્રામ પંચાયત સત્તાધીશોને વારંવાર રજૂઆતો કરવા છતાંય સફાઈ નાં થતાં શિવનગર રહેવાસીઓ આગમી દિવસો ગ્રામ પંચાયતનો વેરો નહિ ભરવાનો નિર્ધાર કર્યો છે.
નસવાડી જૂથ ગ્રામ પંચાયતમાં 12 વોર્ડ આવેલા છે હાલ વહીવટદાર નું સાશન છે અને શિવનગરનો વોર્ડ સોથી મોટો છે અને મતદારો વધારે પડતાં છે જયારે આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ભૂગર્ભ ગટર લાઇન ઉભરાઈ છે જેનું દુષિત પાણી આખા શિવનગર માં રોડ ઉપર સોસયટીમાંથી વહે છે જયારે ગટરનું પાણી નસવાડી કલેડીયા રોડ ઉપર વહીને આવે છે નજીકમાં પશુપતિ મહાદેવ મંદિર આવેલું છે જ્યાં સવાર સાંજ સેકડો ભક્તો દર્શન માટે આવતા હોય છે અને ગટરનાં દુષિત પાણીમાંથી ભક્તોને પસાર થઈ મંદિરમાં જવાનો વારો આવે છે જયારે નસવાડી ગ્રામ પંચાયતમાં શિવનગરનાં રહેવાસીઓએ ગટરની સફાઈ માટે વારંવાર રજૂઆતો કરી છે પરંતુ સોસયટીનાં રહીશોની રજુઆત તલાટી અને વહીવટદાર નાં સાભાળતા શિવનગર રહીશો ગ્રામ પંચાયતનો વેરો નહિ ભરવાનો નક્કી કરેલ છે જયારે સરકાર સ્વચ્છતા ઉપર ભાર મૂકી રહી છે પરંતુ તેઓના હસ્તકની કચેરીઓ પ્રજાની સુખાકારી કરવાના કામો કરવામાં નિષ્ફળ નીવડ્યા છે જયારે નસવાડી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ મકાનોના 1 કરોડ થી વધુની વેરાની વસુલાત કરવાંમાં આવે છે.
પરંતુ તે વેરાની આવક પ્રજાના કલ્યાણ માટે વાપરવામાં આવતી નથી અને અન્ય ખર્ચા કરી લાખો રૂપિયા ખર્ચ સરકારી ચોપડે પાડી દેવામાં આવે છે જેનો ભોગ ગ્રામજનો બની રહ્યા છે આગમી દિવસોમાં શિવનગર નાં રહીશોની ગટરની સમસ્યાઓ ઉકેલ નહિ આવે તો ગ્રામ પંચાયતનાં તલાટી અને વહીવટદારનો ઘેરાવો કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

Most Popular

To Top