જી 30 સમીટની અધ્યક્ષતા ભારતને મળી છે. દેશના જુદા જુદા ભાગોમાં જી 20 દેશોના પ્રતિનિધિઓની બેઠક મળી રહી છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વર્ષની જી 20 સમિટના અધ્યક્ષ છે. ગયા વર્ષે આ સમિટ ઇન્ડોનેશિયામાં મળી હતી. આવતા વર્ષે બ્રાઝિલમાં મળશે. આ વર્ષે ભારતે મેજબાની લીધી છે અને જી 20 દેશોના પ્રતિનિધિ આપણા મહેમાન બન્યા છે. જી 20 એ મૂળમાં તો આર્થિક, નાણાંકીય બાબતો માટે સર્વસમ્મત મુદ્દાઓ શોધી નાખવા માટે ભેગા મળેલ 20 દેશોનું ગૃપ છે.
દુનિયામાં જેમ જેમ આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યાપારનો વ્યાપ વધ્યો તેમ તેમ સમાન વેપારીક હિતો ધરાવનારા દેશોનાં સંગઠનો થયાં. દુનિયામાં રાજકીય અને આર્થિક મુદ્દાઓ માટે નાટો, ઓપેક, યુરોપિયન યુનિયન એવાં સંગઠનો છે! 1991 પછી દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય વ્યાપાર ક્ષેત્રે ઉદારીકરણ અને ખાનગીકરણની જે હવા ચાલી તેની અસરમાં બધા જ દેશો આવ્યા અને આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં જોયા જાણ્યા વગર જેમણે આર્થિક નિર્ણયો લીધા તે દેશોએ ઉદારીકરણનાં થોડા જ વર્ષો પછી આર્થિક અસ્થિરતાનો સામનો કર્યો.
ખાસ તો વિદેશી મૂડી રોકાણ અને વિદેશ વ્યાપારના ટૂંકા ગાળાના લાભ જોનારા દેશોને મોટી આર્થિક અસ્થિરતા મળી! વધતા જતા આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને ઉદારવાદને કારણે જે આર્થિક અસ્થિરતાઓ સર્જાઇ તેમાંથી બોધપાઠ લઇને જી 20 દેશોનું સંગઠન બન્યું જેનો મૂળ ઉદે્શ સભ્ય દેશોની નાણાંકીય અને આર્થિક કટોકટીમાં મદદરૂપ થવાનો અને એવાં પગલાં શોધી નાખવાનો હતો, જયાં પરસ્પર હિત જોખમાય નહિં.
શરૂઆતમાં જી 20 સમીટમાં નાણાંકીય વ્યવહારો અને વ્યાપાર સંબંધિત મુસદ્દાઓની ચર્ચા થઇ. આ માટે દરેક દેશના નાણામંત્રી અને નાણાં સચિવો એકઠા થતા હતા. પણ સમય જતાં તેમાં આર્થિક ક્ષેત્રે મહિલાઓનો ફાળો, વ્યાપાર અને ઉત્પાદનના કારણે ઊભા થતા પર્યાવરણના પ્રશ્નોની પણ આ મિટિંગોમાં ચર્ચા થવા લાગી. હવે વૈશ્વિક પડકાર બનેલા આતંકવાદની પણ જી 20માં ચર્ચા થાય છે. મૂળ તો ખાનગીકરણ અને ઉદારીકરણ પછી ‘સમગ્ર વિશ્વ એક બજાર છે!’ એમ માનીને વિકસિત દેશોએ પોતાના ઉત્પાદકો, વેપારીઓને ફાયદો થાય તેવા વેપારો શરૂ કર્યા, જેમાં નાના દેશોનાં આર્થિક હિત જોખમાયાં. હવે જો બધા જ દેશો આર્થિક ક્ષેત્રે સંરક્ષણાત્મક નીતિ અપનાવે તો આંતરરાષ્ટ્રીય વ્યાપારને અસર પડે. એટલે સરળ બનેલા આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં નાના રાષ્ટ્રોના આર્થિક હિત જોવાની અને વેપારના લાભ નાના દેશો સુધી પહોંચાડવાની જરૂર ઊભી થઇ. પણ મૂળત: આખી દુનિયાના બજારને એક બનાવી દેવું તે વેપારવાદી દેશોનો હેતુ હતો.
ભારત પોતાની સ્વતંત્રતાનાં 75 વર્ષની ઉજવણી કરી રહ્યું હતું એટલે ભારત સરકારે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે જી 20 દેશોના પ્રતિનિધિઓને ભારતના મહેમાન થવાની પ્રસ્તાવના મૂકી જે આમંત્રણનો સ્વીકાર થયો એટલે ભારતે આ જી 20 સમિટને એક સૂત્ર આપ્યું. ‘વસુધૈવ કુટુમ્બકમ્’ વન અર્થ, વન ફેમિલી, વન ફયુચર. દુનિયાના વિકસિત દેશો પોતાના વેપારના વિસ્તાર માટે દુનિયાના નાના, મધ્યમ દેશોને માત્ર એક બજાર તરીકે જુએ છે તેની સામે ભારત પોતાની સંસ્કૃતિને આગળ કરીને કહે છે કે ‘આ દુનિયા એક બજાર નહિં એક કુટુમ્બ છે તેમ માનો! દૃષ્ટિ બદલશો તો પરિસ્થિતિ બદલાશે. આ આવી દુનિયા એક કુટુમ્બ છે!
જેમ કુટુમ્બમાં ઘરમાં વડો કમાણી કરે છે અને વૃધ્ધો અને બાળકોના હિત સચવાય છે તેવી રીતે. દુનિયાના વિકસિત દેશોએ નાનાં રાજયોની સમસ્યાઓ સમજવી પડશે. મોટા પાયે ઉત્પાદન અને ઔદ્યોગિકીકરણને કારણે આજે ગ્લોબલ વોર્મિંગ, ઓઝોન અસમતુલા અને તેના પરિણામે ભૂસ્ખલન, વાવાઝોડા જેવી કુદરતી આફતો આવે છે. સમૃધ્ધિના લાભ વિકસિત દેશો લે છે અને આફતો ગરીબ રાષ્ટ્રો ભોગવે છે! માટે આ દેશોને સૌએ મદદરૂપ થવું પડશે. 1991ના વિશ્વ વેપાર સંગઠનના કરારોને કારણે વિશ્વ વેપારમાં જે અસમાનતા સર્જાઇ હતી તેમાંથી દુનિયા હવે બહાર આવી રહી છે. જી-20 દેશો પરસ્પર સાંસ્કૃતિક વારસા, બૌધ્ધિક સંપદા, જૈવિક સંપદા, કૃષિ પેદાશોના વેપાર અને વિદેશી હુંડિયામણ સંદર્ભે સર્જાતી કટોકટીમાંથી માર્ગ મેળવવાના રક્ષણ શોધી રહ્યા છે.
પણ જી 20ના દેશભરમાં ચાલતા આ મહોત્સવ પ્રસંગે દેશના વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને આર્થિક બાબતો સાથે સંકળાયેલા સત્તાવાળાને કહેવાનું મન થાય છે કે ભારત જે સૂત્ર અને સંદેશ દુનિયાના દેશોને, મહાસત્તાઓને આપવા માંગે છે તે સંદેશો તમે પણ સાંભળજો. જેમ દુનિયાની મહાસત્તાઓ દેશને બજાર તરીકે ન જુએ તેમ દેશના ઉદ્યોગપતિઓ પણ દેશને માત્ર બજાર ન માને! સ્ત્રી અધિકાર, લઘુમતીના હકો, આર્થિક, સામાજિક, પછાત લોકોના હકો, આપણો જૈવિક અને સાંસ્કૃતિક વારસો માત્ર અને માત્ર નફાની લાલચમાં કરેલા વેપારથી નાશ ન પામે તે જોજો.
ટૂંકમાં આ દેશને એક બજાર તરીકે ન જોતાં એક કુટુમ્બ તરીકે જોજો અને શિક્ષણ, ન્યાય, સ્વાસ્થ્ય, સન્માન સૌ પરિવારને મળે તે મુજબનું અર્થતંત્ર ગોઠવજો. સૂત્રો માત્ર આપવા માટે નથી હોતાં. તેનો અમલ પણ કરવાનો હોય છે. જી 20 એ ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટીના, બ્રાઝિલ, યુ.એસ., યુ.કે., ઇન્ડોનેશિયા, યુરોપ, જર્મની, ભારત જેવા સમાન આર્થિક હિત ધરાવતાં વીસ રાષ્ટ્રોનો સમૂહ છે. જે વિશ્વવ્યાપારના 75 ટકા હિસ્સો ધરાવે છે. વિશ્વની કુલ જી.ડી.પી.ના 80 ટકા ધરાવે છે અને 60 ટકાથી વધારે વસ્તી આ દેશમાં રહે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે