વડોદરા: માંજલપુર પોલીસે જુગારના કેસમાં પાસાની કાર્યવાહી કરતા રોષે ભરાયેલા જુગારનું ક્લબ ચલાવનાર સંચાલક અને તેની પત્ની તેમજ પુત્રએ પોલીસ મથકમાં તમે અમને ખોટા જુગારના કેસમાં ફસાવ્યા છો તેમ કહી ભારે હોબાળો મચાવ્યો હતો અને પત્નીએ પણ મહિલા પોલીસ સાથે ઝપાઝપી કરી હતી.
રોષે ભરાયેલા પિતા-પુત્રએ પોલીસ અધિકારીને ધમકી આપતા જણાવ્યું કે, તમે અમને ઓળખતા નથી, અમો કોણ છીએ? તમારી અગાઉના અધિકારીને પૂછી જોજો. તેના કેવા હાલ કરેલા છે. જેથી પોલીસની કામગીરીમાં દખલગરી કરનાર જુગાર ક્લબના સઁચાલક સહિત દંપતી અને પુત્ર સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.વડસર રોડ પર આવેલ શ્રમજીવીનગરમાં રહેતા પ્રવિણ હરીભાઇ પટેલ મકાનમાં હાઈપ્રોફાઈલ સ્ટાઈલમાં જુગાર ક્લ્બ ચલાબત હોવાથી પોલીસે બાતમીના આધારે દરોડો પાડી તેના વિરુદ્ધ 19 જૂનના રોજ પોલીસે જુગારધારા ભંગનો ગુનો દાખલ કર્યા હતો. 21 જૂનના રોજ સાંજના સમયે પ્રવીણ પટેલ પત્ની બેલાબહેન મણિલાલ સુથાર અને પુત્ર રોનક પટેલ સાથે પોલીસ સ્ટેશનમાં આવી પહોંચ્યા હતા.
પોલીસ સ્ટેશનમાં આવી પહોંચેલા પિતા-પુત્રએ પોલીસ અધિકારીને મળવા જવા માટે ફરજ પરના પોલીસ જવાનને જણાવતા પોલીસ જવાને તેઓને રોકતા પિતા-પુત્ર રોષે ભરાયા હતા અને મોટા અવાજથી ધમકી આપતા જણાવ્યું કે, તમે અમને ઓળખતા નથી, અમે કોણ છીએ? તમારી અગાઉના અધિકારીને પૂછી જોજો. તેના કેવા હાલ કરેલા છે. તે સાથે પત્ની બેલાબહેન સુથારે પણ મોટા અવાજથી બોલવાનું શરૂ કરી દીધું હતું અને કહ્યું કે, પોલીસે ખોટી રીતે જુગારનો કેસ કર્યો છે, પરંતુ, અમે તમને છોડવાના નથી. જુગાર ક્લબના સંચાલકની પત્ની બેલાબહેનને પોલીસે દૂર લઇ જવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે બેલાબહેને મહિલા પોલીસ સાથે પણ ઉદ્ધાતાઇભર્યું વર્તન કર્યું હતું.
જુગાર ક્લબ સંચાલક પ્રવિણ પટેલને પાસા હેઠળ રાજકોટમાં જેલમાં ધકેલવામાં આવશે – માંજલપુર વિસ્તારમાં 19 જૂનના રોજ રાત્રે હાઈપ્રોફાઈલ સ્ટાઇલમાં ચાલતી જુગાર ક્લબ પર રેડ પાડીને પોલીસે ક્લબ સંચાલક પ્રવિણ પટેલ સહિત 7 આરોપીની ધરપકડ કરી હતી અને આ મામલે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ બનાવમાં આરોપી પ્રવિણ પટેલ સામે પાસા હેઠળ રાજકોટ જેલમાં મોકલવામાં આવશે.