National

મને યોગી સરકાર પર વિશ્વાસ નથી, SCના ન્યાયાધીશ મુખ્તાર અંસારીના મૃત્યુની તપાસ કરે- અખિલેશ

ગાઝીપુરઃ (Ghazipur) સપા પ્રમુખ અખિલેશ યાદવે (Akhilesh Yadav) રવિવારે સ્વર્ગસ્થ મુખ્તાર અંસારીના પરિવાર સાથે મુલાકાત કરી હતી. બેઠક બાદ તેમણે ભાજપ સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે સરકાર કસ્ટોડિયલ ડેથમાં અન્ય રાજ્યો કરતા આગળ જવા માંગે છે. સરકારનું કામ નાગરિકોને સુરક્ષા આપવાનું છે પરંતુ હવે સરકાર પર ભરોસો રહ્યો નથી. તેમણે મુખ્તાર અંસારીના મૃત્યુની તપાસ સુપ્રીમ કોર્ટના સીટીંગ જજ દ્વારા કરાવવાની માંગ કરી હતી. અખિલેશે કહ્યું કે જેલની અંદર બનેલી ઘટના અંગેના સવાલોના જવાબ સરકાર પાસે નથી.

અખિલેશ યાદવ મુખ્તાર અંસારીના ઘરે પહોંચ્યા અને પરિવારના તમામ સભ્યોને મળ્યા હતા. તેમણે કહ્યું કે હું પરિવારના તમામ સભ્યોને મળ્યો છું અને પરિવાર સાથે તેમના દુઃખમાં સામેલ થવા આવ્યો છું. આ દુખની ઘડીમાં હું તેમની સાથે છું. તેમણે કહ્યું કે અમે પરિવાર સાથે જે વાતચીત કરી તે એક અલગ વાતચીત છે. તમે મીડિયાના લોકો છો, તમે બધું સમજો છો. રાજકીય લોકો વસ્તુઓને પોતાની રીતે વ્યાખ્યાયિત કરે છે પરંતુ બાંદા જેલમાં જે કંઈ થયું છે તે સરકાર પર સવાલો ઉભા કરે છે. જેલની અંદર બનેલી ઘટના અંગેના સવાલોના જવાબ સરકાર પાસે નથી.

લોકો સાથે અન્યાય અને ભેદભાવ થઈ રહ્યો છે
અખિલેશે કહ્યું કે મેં મારા ભાષણમાં કહ્યું હતું કે આ સરકારમાં લોકો સાથે સૌથી વધુ અન્યાય અને ભેદભાવ થઈ રહ્યો છે અને કસ્ટોડિયલ ડેથના મામલે પણ આ સરકાર અન્ય રાજ્યોથી આગળ જવા માંગે છે. તમને યાદ હશે કે જ્યારે હું બલિયા આવ્યો હતો ત્યારે અહીં એક બિઝનેસમેન પરિવારને મળ્યો હતો. તેની ફરિયાદ હતી કે શાહુકાર તેના પર દબાણ કરતો હતો. તેણે પોતાનો જીવ દઈ દીધો હતો. તે પછી હું બીજા પરિવારને મળ્યો. ચોકી પાસે વિદ્યાર્થી નેતાનો પીછો કરીને હત્યા કરવામાં આવી હતી. જેલમાં ઘટનાઓ, પોલીસ સ્ટેશનોમાં ઘટનાઓ, મુખ્ય પ્રધાનના નિવાસસ્થાન સામે ન્યાયના નામે લોકો આત્મહત્યા કરે છે… લોકોએ જીવ ગુમાવ્યા છે અને આ સરકારને કોઈ પડી નથી.

અખિલેશે કહ્યું કે જ્યાં સુધી મુખ્તાર અંસારી મૃત્યુ કેસની વાત છે તો તે પોતે આટલા વર્ષોથી સજા ભોગવી રહ્યા હોય અને જે વ્યક્તિએ પોતે કહ્યું હતું કે મારો જીવ લઈ લેવામાં આવશે… તેને ઝેર આપવામાં આવી રહ્યું છે… ત્યાર પછી સરકારે શું કર્યું? આ પહેલી ઘટના નથી. આ પહેલા જે લોકોએ કહ્યું હતું કે મારો જીવ જોખમમાં છે. સરકારે મને સુરક્ષા આપવી જોઈએ. પણ એવું ન થયું. સરકારનું પ્રથમ કામ નાગરિકોને સુરક્ષા આપવાનું છે. જે સરકાર સુરક્ષા અને ન્યાય આપી શકતી નથી તે પ્રજાની હોઈ શકે નહીં.

Most Popular

To Top