SURAT

પીએમ મોદીએ ‘મન કી બાત’માં સુરતની રબર ગર્લ અન્વી ઝાંઝરૂકિયાની ચર્ચા કરી

સુરત: શારીરિક અક્ષમતા છતાં સતત મહેનત અને કોઠાસૂઝથી યોગાસનમાં (Yog-Aasan) આગવી ઓળખ ઊભી કરનાર, રબર ગર્લના (Rubber Girl) નામે વિખ્યાત સુરતની દિવ્યાંગ દીકરી (Disabled Daughter) અન્વી વિજયભાઈ ઝાંઝરૂકિયાની (Anvi Zanzharukia) ચર્ચા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) આજે તેમની ‘મન કી બાત’માં (Maan Ki Baat) કરી હતી, વડાપ્રધાનને 14 વર્ષની દિવ્યાંગ અન્વીના સંઘર્ષ અને સફળતાની સરાહના કરી હતી. દિવ્યાંગ છતાં ઉચ્ચ મનોબળની ધની અન્વીએ શારીરિક, માનસિક મર્યાદાઓને ઓળંગી યોગાસનમાં વૈશ્વિક ખ્યાતિ મેળવી હોવાનું જણાવી વડાપ્રધાનને રેડિયોના માધ્યમથી તેની યોગાસનમાં નિપુણતા અને સંઘર્ષમય જીવનની કહાની શેર કરી હતી.
વડાપ્રધાને ‘મન કી બાત’માં કહ્યું કે, ઈશ્વર દિવ્યાંગ બાળકોને આ પૃથ્વી પર મોકલે છે, પરંતુ તેની ક્ષતિને પૂરી કરે એવી કેટલીક વિશિષ્ટ અને સુષુપ્ત શક્તિઓની પણ ભેટ આપે છે.

દિવ્યાંગ હોવા છતાં પણ અન્યથી અલગ ઓળખ આપે છે

દિવ્યાંગ હોવા છતાં પણ અન્યથી અલગ ઓળખ આપે છે. સુષુપ્ત શક્તિઓને પારખી તેને સાચી દિશામાં વાળવાની જ જરૂર હોય છે. ૧૪ વર્ષની આ અન્વી ભલે નાનપણથી જ દિવ્યાંગ છે, પણ તે રબરની જેમ અંગો વાળીને દેશભરમાં કોઈ ન કરી શકે તેવા યોગાસનો કરીને સૌને અચંબિત કરી દે છે. તેની આ જ ખૂબીએ તેને દેશ અને દુનિયા માટે પ્રેરણારૂપ બનાવી છે. અન્વીના પિતા વિજયભાઇ ઝાંઝરૂકિયા, માતા અવની ,અને ખુદ અન્વી ઝાંઝરૂકિયા સહિત પરિવારજનો વડાપ્રધાનના મુખેથી અન્વીની કહાની સાંભળીને ખુશખુશાલ થયા હતા.

તેને માઈટ્રોટ વાલ્વ લિકેજ છે. તેના હ્રદયમાં બે હોલ છે
વિજય ઝાંઝરૂકિયાએ જણાવ્યું હતું કે,અન્વી હાલ સુરતના નરથાણ સ્થિત સંસ્કારકુંજ જ્ઞાનપીઠમાં અભ્યાસ કરે છે. જ્યારે દીકરીનો જન્મ થયો ત્યારથી તે અનેક પ્રકારની શારીરિક અને માનસિક બિમારીથી ઝઝૂમી રહી છે. જન્મજાત હૃદયની ખામી હોવાથી તેની ઓપન હાર્ટ સર્જરી થઈ ચૂકી છે, અને હાલમાં તેને માઈટ્રોટ વાલ્વ લિકેજ છે. તેના હ્રદયમાં બે હોલ છે. અને બોલવામાં પણ સમસ્યા અનુભવે છે, છતાં પણ યોગને પગથિયા બનાવીને સિદ્ધિઓ મેળવતી ગઈ છે.અન્વીએ સખત પરિશ્રમ થકી યોગમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની અનેકવિધ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલો જીત્યા છે. તેણે છેલ્લા ત્રણ વર્ષોમાં રાષ્ટ્રીય સ્તરની યોગ સ્પર્ધાઓમાં ૩ સુવર્ણ ચંદ્રકો અને ૨ કાંસ્ય ચંદ્રકો જીત્યા છે. તેણે કુલ 42 યોગ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે, જેમાં 51 જેટલા મેડલો મેળવ્યા છે.

અન્વીના માતા અવની ઝાંઝરૂકિયાએ જણાવ્યું હતું કે, શરીરને રબરની જેમ વાળી શકતી અન્વીએ અનેક શારિરીક સમસ્યાઓ અને મર્યાદાઓ છતાં અન્વીએ સખત પરિશ્રમ થકી યોગમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની અનેકવિધ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલો જીત્યા છે.

Most Popular

To Top