SURAT

તને બહુ હવા છે, તને ઊંચકી રેપ કરીશું પછી જાનથી મારી નાખીશું’

સુરત : મોટાવરાછા (Mota Varachha) ખાતે ખરી ફળિયામાં આવેલા હનુમાનજીના મંદિરને (Hanuman Temple) હટાવવાને લઈને ચાલતી ચર્ચામાં રહીશો દ્વારા સ્થાનિક દિલીપભાઈને ગાળો આપી જાનથી મારવાની ધમકી આપી હતી. રાકેશ પરમારને યુવતીએ સભ્યતાથી વાત કરવાનું કહેતા ‘તને પણ તને બહુ હવા છે, તુ એકલી નીકળે તો ઉચકી લેશુ અને રેપ કરશુ પછી બધી હવા નીકળી જશે’ અને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા ઉત્રાણ (Utran) પોલીસ (Police) સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.મોટા વરાછા ખાતે ખરી ફળિયામાં રહેતી 23 વર્ષીય સેજલબેન હાર્દિકભાઈ પટેલે ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 22 સપ્ટેમ્બરે સેજલબેન તેમની ફોઈની દિકરી સાથે મોપેડ ઉપર ઘરે જતા હતા.

ફળિયાનું મંદિર જરૂર પડે તો હટાવવું પડશે
ત્યારે સેજલબેનના પિતા દિલીપભાઈ સોસાયટી પાસે આકડીયા હનુમાનજીના મંદિર પાસે મામલતદાર પાસે ઉભા હતા. મામલતદાર દિલીપભાઈને તેમના ફળિયાનું મંદિર જરૂર પડે તો હટાવવું પડશે તેમ કહેતા હતા. તે સમયે ત્યાં ગીરીશ મનહર પરમાર, રાકેશ મનહર પરમાર, પંકજ ઉર્ફે પિયુષ રાજુભાઈ પટેલ, રિતેશ સાહેબરાવ ચિત્તે, તેજસ પિન્ટુ ચિત્તે, નિકુંજ જયેશભાઈ પટેલ ત્યાં જ ઉભા હતા. ત્યારે રાકેશ પરમારે ગમે તે આવે આ મંદિર નહીં હટે તેમ કહીને સેજલબેન અને તેમના પિતાજી દિલીપભાઈને ગાળો આપી હતી. દિલીપભાઈએ ગાળો આપવાની ના પાડી હતી.

રેપ કરશુ પછી બધી હવા નીકળી જશે
રાકેશે દિલીપભાઈને અગાઉ તને માર પડેલો ભુલી ગયો છે, તને જીવતો નહી રહેવા દઈએ તેમ કહીને જાનથી મારવાની ધમકી આપી હતી. સેજલે સભ્યતાથી વર્તન કરવા માટેનું કહેતા રાકેશ પરમારે તને બહુ હવા છે તુ એકલી નીકળે તો ઉચકી લેશુ અને રેપ કરશુ પછી બધી હવા નીકળી જશે અને જાનથી મારી નાખીશ તેમ કહીને ધમકી આપી હતી. જેથી સેજલ તેના પિતા સાથે ઘરે જતા રહ્યા હતા. બાદમાં તે ઘરે ઉભી હતી ત્યારે ગીરીશ પરમાર ઘર પાસે આવી ગાળો બોલતો હતો. જેથી સેજલબેને ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

કન્યા શાળાની વિદ્યાર્થિનીઓના છેડતી પ્રકરણના આરોપી જેલભેગા

ધરમપુર : ધરમપુરના ઓઝરપાડા સ્થિત કન્યા સાક્ષરતા નિવાસી શાળામાં વિદ્યાર્થિનીઓ સાથે રસોઈયાઓએ કરેલી છેડતીના ગુનામાં પોલીસે આરોપી પ્રવિણ ઉમાભાઈ પીરમાજીરણા તથા આરોપી દશરથ પ્રભુભાઈ ભાટીને રવિવારે ધરપકડ કરીને વાપીની સેશન્સ કોર્ટમાં બંને આરોપીને રજૂ કર્યા હતા. કોર્ટે બંને આરોપીઓને જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.

Most Popular

To Top