Sports

WPL Auction: AUS ની એનાબેલને દિલ્હી કેપિટલ્સે, IND ની કાશવીને ગુજરાત જાયન્ટ્સે 2 કરોડમાં ખરીદી

વિમેન્સ પ્રીમિયર લીગની (WPL) બીજી સીઝન માટે હરાજી (Auction) શરૂ થઈ ગઈ છે. પાંચ ટીમો મહિલા પ્રીમિયર લીગ 2024 માટે ખેલાડીઓ ખરીદીને શ્રેષ્ઠ ટીમ બનાવવા માંગે છે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ, સ્મૃતિ મંધાનાની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને અન્ય તમામ ટીમો હરાજીમાં ભાગ લઈ રહી છે. હરાજી માટે 165 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર ખેલાડી એનાબેલ સધરલેન્ડ સૌથી વધુ 2 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી છે. તેને દિલ્હી કેપિટલ્સે ખરીદી છે. જ્યારે ભારતની કાશવી ગૌતમને ગુજરાત જાયન્ટ્સે 2 કરોડ રૂપિયામાં ખરીદી છે.

ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર એનાબેલ સધરલેન્ડ પર 2 કરોડ રૂપિયાની બોલી લગાવવામાં આવી હતી. તે છેલ્લી સિઝનમાં ગુજરાતનો ભાગ હતી પરંતુ ફ્રેન્ચાઇઝી દ્વારા હરાજી પહેલા તેને રિલીઝ કરવામાં આવી હતી. તેને ખરીદવા માટે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રેસ ચાલી રહી હતી. બીજી તરફ કાશવી ગૌતમે હરાજી માટે તેની મૂળ કિંમત 10 લાખ રૂપિયા રાખી હતી. તેને ખરીદવા માટે યુપી વોરિયર્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે બોલી યુદ્ધ ચાલી રહ્યું હતું. ગુજરાત જાયન્ટ્સે તેને 2 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કરી છે.

ભારતની અનકેપ્ડ બેટ્સમેન વૃંદા દિનેશ આ હરાજીમાં અત્યાર સુધીની બીજી સૌથી મોંઘી ખેલાડી હતી. તેને યુપી વોરિયર્સે 1.3 કરોડ રૂપિયામાં ખરીદી હતી. દક્ષિણ આફ્રિકાની ફાસ્ટ બોલર શબનીમ ઈસ્માઈલને મુંબઈ ઈન્ડિયન્સે 1.2 કરોડ રૂપિયામાં ખરીદી જ્યારે 20 વર્ષીય ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ફીબી લિચફિલ્ડને ગુજરાત ટાઇટન્સે 1 કરોડ રૂપિયામાં ખરીદી છે. તેનું નામ હરાજીમાં પ્રથમ આવ્યું હતું.

વેસ્ટ ઈન્ડિઝની ડિઆન્ડ્રા ડોટિન અને શ્રીલંકાની કેપ્ટન ચમારી અટાપટ્ટુને પહેલીવારની બોલીમાં કોઈએ ખરીદ્યા નથી. જો કે તેનું નામ ફરીથી હરાજીના ટેબલ પર આવી શકે છે. નાદિન ડી ક્લાર્ક, એસ મેઘના અને દેવિકા વૈદ્ય બીજા સેટમાં વેચાયા વગરના રહ્યા હતા. મેઘના સિંહ 30 લાખમાં ગુજરાત જાયન્ટ્સમાં ગઈ હતી. તે ભારત માટે 9 T20, 17 ODI અને એક ટેસ્ટ રમી ચુકી છે. ઇંગ્લેન્ડની ફાસ્ટ બોલર કેટ ક્રોસ જેની મૂળ કિંમત 30 લાખ રૂપિયા હતી તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 30 લાખ રૂપિયામાં જ ખરીદી હતી.

હરાજીના ટેબલ પર સૌરવ ગાંગુલી
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી પણ હરાજીના ટેબલ પર છે. તે દિલ્હી કેપિટલ્સ વતી પહોંચ્યા છે. જણાવી દઈએ કે જ્યારે ગાંગુલી બીસીસીઆઈના અધ્યક્ષ હતા ત્યારે ડબલ્યુએલ લીગની શરૂઆત થઈ હતી.

Most Popular

To Top